શું કહે છે ઓકસોડાયજની વસ્તુઓ વેંચતા વેપારી
ઓકસોડાઈજની વસ્તુઓ વેંચતા અમિત સહાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે બેંગલસમાં પણ બે વર્ષથી નથી મળી એટલી ઘણીબધી વેરાઈટી આવી ગઈ છે. બેંગલ્સ, બ્રેસલેટ્સમાં પણ ઘણી બધી વેરાઈટી નવી આવી છે. આ વર્ષે વેરાઈટીની વાત કરીએ તો બેંગલ્સ, ઘૂઘરીવાળા પાટલા છે, પ્લસમાં સ્પ્રિંગમાં બ્રેસલેટ્સ છે. આ નાની બાળકીથી લઈ મોટી લેડીસને પણ થઈ જાય છે. બે વર્ષથી નવરાત્રીની ઉજવણી થઈ નહોતી પણ આ વર્ષે લોકોમાં ઉત્સાહ વધુ છે. આ વર્ષે દરેક વસ્તુમાં ઓછામાં ઓછો 20 ટકાનો ભાવ વધારો છે. પ્લસમાં માલ પૂરતો મળતો નથી. આ વર્ષે આખા દેશમાં માલની અછત છે. ઓકસોડાયજની આ વર્ષે માંગ વધુ છે.
શું કહે છે નવરાત્રીની ખરીદી કરવા આવેલી યુવતી
પ્રકૃતિ કિશનભાઇ ચોટલીયાએ જણાવ્યું હતું કે, હું અહીં નવરાત્રીની ખરીદી કરવા માટે આવી છું. હું વિચારતી હતી કે આટલા વર્ષોથી અમે ચોલી ભાડે લેતા હતા. પણ એના કરતા થોડાક વધારે પૈસા નાખી ચોલી ઘરની વસાવી લવ એવુ વિચાર્યું છે. હું 600-700 રૂપિયામાં રોજનું એક ચોલીનું ભાડુ આપતી હતી પણ હવે 200-300 રૂપિયા વધુ નાખી ઘરની ચોલી વસાવા માંગુ છું. માનો કે 10000 હજારમાં 10 દિવસનીય ખરીદી થઇ જાય. તેમજ અલગ અલગ વેરાઈટી પણ ખુબ સરસ મળે છે ગુંદાવાડીમાં. નવરાત્રીને લઈને ખુબ જ ઉત્સાહ છે, કારણ કે બે વર્ષથી તો રમ્યા નથી તો આ વર્ષે તો બોવ જ મજા આવશે. રોજ ચણિયાચોળીમાં ભાડુ જતું રહે એના કરતા ઘરના વસાવી લઈએ તો સારુ ને અને પૈસા પણ બચી જાય.
અર્વાચીન રાતોત્સવમાં ગરબા રમવા ખેલૈયાઓ તૈયાર
ઉલ્લેખનીય છે કે બે વર્ષ બાદ અર્વાચીન રાતોત્સવનું આ વર્ષે આયોજન થનાર છે ત્યારે ખેલૈયાઓએ પણ પુરી તૈયારીમાં લાગી ગયા છે. બે વર્ષ બાદ નવરાત્રીને ધામધૂમથી ઉજવવા માટે તૈયાર થઇ ગયા છે. આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાના અવનવા સ્ટેપ પણ જોવા મળશે. તેમજ હાલમાં જ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ વેલકમ નવરાત્રીના આયોજનો થઇ રહ્યા છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Navratri 2022, Navratri Fashion, Rajkot News, Rajkot Samachar