આ પણ વાંચોઃ- ‘Taarak Mehta’ના પોપટલાલે હોલિવૂડમાં કર્યું હતુ કામ, શેર કર્યો પુરાવા રૂપે વીડિયો
ટીવીનો પોપ્યુલર સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર્સે હાલમાં જ એપિસોડમાં નવા તારક મહેતાની એન્ટ્રી બતાવી હતી. જો કે, ફેન્સ જૂના તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાને શોમાં જોવા માગે છે. હવે શોના મેકર્સ મિસેસ પોટલાલની આવવાની જાહેરાત કરી દીધી છે. આ વાતને ખુદ પોપટલાલ ઉર્ફ શ્યામ પાઠકે પણ કન્ફર્મ કરી છે. ફેન્સ પણ ઘણા સમયથી મિસિસ પોપટલાલની શોમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેની આ ઈચ્છા પૂરી થવા જઈ રહી છે.
શ્યામ પાઠકે આ રીતે આપી પ્રતિક્રિયા
શોમાં શ્યામ પાઠક, પોપટલાલની ભૂમિકા નિભાવતા જોવા મળે છે. હાલમાં જ શ્યામ પાઠકે મિસિસ પોપટલાલની આવવાની જાહેરાત કરી છે. પોપટલાલ ત્યારથી પોતાની લાઈફ પાર્ટનર આવવાની રાહ જોઈ રહ્યો છે જ્યારથી આ શોની શરૂઆત થઈ છે. હવે એવું લાગે છે કે 14 વર્ષ પછી પોપટલાલની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠક મિસિસ પોપટલાલની શોમાં આવવા પર રિએક્શન આપી રહ્યા છે.
શ્યામ પાઠકનું કહેવું છે કે, મિસિસ પોપટલાલ ટૂંક સમયમાં ગોકુલધામ સોસાયટીમાં આવશે. હવે પોપટલાલ ક્યારેય એકલતા મહેસૂસ નહીં કરે. શ્યામ પાઠકે કહ્યું કે - નવા નવા પાત્રો આવવાના છે. તો તેમાં સૌથી મહત્ત્વનું છે તે છે મિસિસ પોપટલાલ.
રાજ અનડકટ તથા શૈલેષ લોઢાએ ‘તારક મહેતા..’ સિરિયલ છોડી દીધી છે. બંને અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરવા ઉત્સુક છે. ઘણાં અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યા છે કે તેમને પ્રોડ્યૂસર અસિત મોદી સામે વાંધો હતો. જોકે, શૈલેષની જગ્યાએ સચિન શ્રોફને લઈ લેવામાં આવ્યો છે. હજી ચાહકોને મહેતા સાહેબ તરીકે સચિન શ્રોફને સ્વીકારવામાં સમય લાગશે. અસિત મોદીએ સિરિયલમાં નવા પાત્રો ઉમેરાશે તેમ કહ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર