TMKOC: પોપટલાલના ઘરે ગૂંજશે લગ્નની શરણાઈ, એક્ટરે પોતે કન્ફર્મ કર્યું, જુઓ વાયરલ વીડિયો


પોપટલાલ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka Ooltah Chashmah)નું લોકપ્રિય પાત્ર છે, પોતાના ફેન્સ માટે એક જોરદાર સમાચાર લાવ્યા છે. તમને જણાવી દઈએ કે, લગભગ 14 વર્ષોથી ટીવી પર ચાલી રહેલા આ શોના પાત્ર પોપટલાલ શરૂઆતથી જ લગ્ન કરવા માગે છે પરંતુ અલગ અલગ કારણોને લીધે તેમની પ્રેમ કહાની અધૂરી રહી જાય છે. ફેન્સ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે કે પોપટલાલના લગ્ન શોમાં જલ્દી થઈ જાય. તમને જણાવી દઈએ કે, આ પાત્રને નિભાવનાર એક્ટર શ્યામ પાઠકે હવે એક વીડિયોમાં કન્ફર્મ કર્યું છે કે ટૂંક સમયમાં શોમાં તેમની પત્ની મિસિસ પોપટલાલની એન્ટ્રી થવાની છે…

આ પણ વાંચોઃ- Taarak Mehta Ka Ooltah Chashmah: પોપટલાલને દુલ્હન નથી મળતી પરંતુ આ શોના પાત્રની વર્ષો પહેલાં સગાઈ થઈ છતાં હજુ કુંવારો!

પોપટલાલના લગ્ન થઈ રહ્યા છે!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ ફેન્સને જાણીને ખુશી થશે કે શોના આવનાર એપિસોડ્સમાં પોપટલાલના લગ્ન કરાવવામાં આવી શકે છે. છેલ્લા ઘણા સમયમાં ઘણા એક્ટર્સે શો છોડી દીધો છે અને ઘણા પાત્રોનું રિપ્લેસ પણ થયું છે. આવી સ્થિતિમાં ફેન્સનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે શોમાં કંઈક સારું થાય અને પોપટલાલના લગ્ન થઈ જાય. કહેવામાં આવી રહ્યું છે કે શોમાં ઘણા નવા ચહેરા આવી શકે છે અને તેમાં પોપટલાલની પત્ની પણ હોય શકે છે.

એક્ટરે વીડિયોમાં કન્ફર્મ કર્યું

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોપટલાલનું પાત્ર નિભાવી રહેલા શ્યામ પાઠકે જણાવ્યું કે, શોમાં તેના લગ્ન થવાના છે. આ શોમાં નવા ‘તારક મહેતા’, સચિન શ્રોફની પ્રશંસા કરવામાં આવી રહી છે જેના પછી શ્યામ પાઠકે કહ્યું કે પ્રોડ્યુસર આસિત કુમાર મોદી કેટલાક નવા પાત્રો શોમાં લાવી રહ્યા છે જેમાં મિસિસ પોપટલાલ પણ હશે.

Published by:Priyanka Panchal

First published:

Tags: Popatlal, Taarak Mehta Ka Ooltah Chashmah





Source link

Leave a Comment