આ પણ વાંચોઃ બાઇક પર સીન સપાટા કરવા ભારે પડ્યા, એકાએક હાથમાંથી હેન્ડલ છૂટ્યું અને
Table of Contents
લોકોને રસ્તા પાર કરાવી કમાણી કરી
તમે તમામ એવી પરિસ્થિતિ જોઈ હશે, જ્યાં કમાણીની તક નથી હોતી, પંરતુ કેટલાક લોકો તક નીકાળી લે છે. ઉદાહરણ તરીકે મહામારીના યુગમાં પણ લોકોએ હોમમેડ સેનિટાઈઝર અને માસ્ક દ્વારા પૈસાની કમાણી કરી. માણસનું બિઝનેસ માઈન્ડ એટલુ જબરદસ્ત છે કે, તેણે પાણીથી છલોછલ ભરાઈ ગયેલા રસ્તાને જોઈને નોકરી શોધી લીધી. હવે તે લોકોને રસ્તો પાર કરાવવાના બદલામાં પૈસા લઈ રહ્યો છે.
રસ્તા પર પાણી ભરાયું, યુવકે ધંધો શરૂ કર્યો
રેડિટ પર એક યુવકે પૈસા કમાવવાનો તેનો અનુભવ જણાવતા કહ્યુ કે, રસ્તા પર પાણી વહેવાની વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયુ હતું. આ વચ્ચે એક વાદળી ટી શર્ટ વાળો વ્યક્તિ તેની સાથે ગાડી લઈને આવ્યો. તે લોકોને રસ્તાની એક બાજુથી બીજી બાજુએ લઈ જવા લાગ્યો અને તેના બદલામાં તે બોટલમાં પૈસા જમા કરવા લાગ્યો. આ અંગે એક વીડિયો પણ યુવકે શેર કર્યો હતો અને જણાવ્યુ હતું કે, તેના આ કામમાં તે ઘણો વ્યસ્ત હતો અને લોકોને રસ્તો પાર કરાવવા માટે પૈસા લઈ રહ્યો હતો. ભારે વરસાદના રહેતા તેને હાથોહાથ પૈસા કમાવવાની પણ તક મળી ગઈ.
આ પણ વાંચોઃ સાહુડીને ચીડવીને ભાગ્યો વાંદરો, મસ્તી જોઈને આવી જશે બાળપણની યાદ!
લોકોએ કહ્યું- શ્રેષ્ઠ બિઝનેસમેન છે આ યુવક
આ વીડિયોને રેડિટ પર BAlfonzo નામના યુવક દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેની સાથે કેપ્શનમાં લખ્યુ છે- આપત્તિ દરમિયાન પૈસા કમાવવાની તક. લોકોએ આ વીડિયો જોતા જ ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધુ હતું. ઘણા બધા લોકોએ આ યુવકના બિઝનેસ સેન્સના બહુ જ વખાણ કર્યા. એક યૂજરે લખ્યુ- બિઝનેસનો પહેલો નિયમ છે, જરૂરિયાત શોધો અને તેને પૂરી કરો. આ વીડિયોને એક દિવસની અંદર લગભગ 55 હજાર અપવોટ્સ મળ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર