સ્થાનિકની સાથે ઈન્ટરનેશનલ રોકાણકારો થશે આકર્ષિત
રિપોર્ટના જણાવ્યા અનુસાર સાઉદી અરબમાં સોના અને તાબાની નવી ખાણો મળવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો આકર્ષિત થશે તેવી આશા છે. આ નવા ભંડારના કારણે ચાર હજાર નવી નોકરીઓ સર્જાવાની શક્યતા છે. સાઉદી અરબમાં થયેલી નવી શોધ અંગે નિષ્ણાંતોનું માનવું છે કે સાઉદીમાં ખનન માટે નવી તકો સર્જાશે. આ સિવાય આ ક્ષેત્રમાં રોકાણની પણ વધુ તકો સર્જાશે.
વિઝન 2030ને મળશે મજબૂતી
સોના અને તાંબાના નવા ભંડારોની શોધ સાઉદી સરકારના માઈનિંગ સેક્ટરને મજબૂત કરશે. જે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030 માટે એક સહારો બનશે. MBSનું આ વિઝન વર્ષ 2030 સુધીમાં સાઉદી અરબની આર્થિક નિર્ભરતાને ક્રુડ પરથી હટાવીને અલગ-અલગ ચીજો પર સ્થાપિત કરવા પર ભાર મુકવાનું છે.
જુલાઈમાં સાઉદી સરકારના મંત્રીએ આપ્યું હતું મોટું નિવેદન
જુલાઈ મહિનામાં સાઉદી સરકારમાં ઈન્ડસ્ટ્રી એન્ડ મિનિરલ રિસોર્સ મિનિસ્ટર ખાલિદ અલ મુદેફેરે કહ્યું હતું કે ગત વર્ષે સાઉદી અરબમાં માત્ર ખનન ઉદ્યોગમાં જ 8 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ થયું હતું. મંત્રીના જણાવ્યા અનુસાર માઈનિંગ માટે રોકાણને પ્રોત્સાહિત કરનારો કાયદો પસાર થયા પછી વિદેશી રોકાણમાં વધારો જોવા મળ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gold and silver, Saudi arabia, Treasure