10,000 કર્મચારીઓ બહાર થશે
એક રિપોર્ટ અનુસાર, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ પણ હવે નોન-પરફોર્મિંગ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવશે. કંપનીએ 10,000 કર્મચારીઓની યાદી બનાવી છે. આ Google માં કામ કરતા કર્મચારીઓના માત્ર 6 ટકા છે.
આ પણ વાંચો: એલન મસ્કનો સપાટો! Twitter ના તમામ ડાયરેક્ટર્સને કર્યા ઘરભેગા, પોતાના હાથમાં લીધો કંટ્રોલ
વિશેષ પ્રદર્શન રેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી
ધ ઇન્ફર્મેશનના રિપોર્ટ અનુસાર, ગૂગલે પોતાના કર્મચારીઓના પરફોર્મન્સને જોવા માટે એક ખાસ પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ બનાવી છે, જેના હેઠળ કર્મચારીઓના પરફોર્મન્સને માપવામાં આવશે. આ સિસ્ટમના આધારે કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે.
મેનેજર બોનસ અને સ્ટોક આપવાનો પણ ઇનકાર
આ નવી પર્ફોર્મન્સ રેટિંગ સિસ્ટમ નવા વર્ષની શરૂઆત સુધીમાં કર્મચારીઓના સંચાલકોને ઉપલબ્ધ થશે. આ પછી, મેનેજર તમામ નોન-પરફોર્મિંગ કર્મચારીઓને તે મુજબ રેટિંગ આપીને બહારનો રસ્તો બતાવશે. આ સાથે તેના મેનેજર તેને બોનસ અને સ્ટોક આપવાનો પણ ઇનકાર કરી શકે છે.
આ પણ વાંચો: નોકરી બચાવવી હોય તો 200 ટકા મહેનત કરવી પડશે, નહીં તો… META CEO માર્ક ઝૂકરબર્ગની વોર્નિંગ
હવે કુલ કર્મચારીઓ કેટલા છે?
જણાવી દઈએ કે, કંપની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હાલમાં કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા 1,87,000 છે. તે જ સમયે, કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 13.9 બિલિયન ડોલરનો ચોખ્ખો નફો મેળવ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Employees, Google Emplyees