Two athletes from Banaskantha shine in taekwondo competition, win gold and silver medals.nrb – News18 Gujarati


Nilesh Rana, Banaskantha: મહેસાણા ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાતયુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાની ટેક્વોન્ડો સ્પર્ધા યોજાઈ હતી.જેમાં 17 કોલેજના 150 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં બનાસકાંઠા જિલ્લાની સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના બે વિદ્યાર્થીઓએ સારું પર્ફોમન્સ બતાવી ગોલ્ડ મેડલ તેમજ સિલ્વર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

બનાસકાંઠા જિલ્લાને અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. પરંતુ આ અતિ પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાંથી હવે અનેક રમતવીરો વિવિધ રમતોમાં સારું પ્રદર્શન કરી જિલ્લાનું નામ રાજ્ય અને આંતરરાજ્યોમાં રોશન કરી રહ્યા છે.વર્ષોથી અતિ પછાત ગણાતા જિલ્લામાં રમત ગમત ક્ષેત્રે કોઈ સુવિધા ન હતી. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં રમતને યોગ્ય પ્રોત્સાહન મળતુંન હતું. પરંતુ જ્યારથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથ રમત ગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે વિવિધ સ્પર્ધાઓનું શાળા અને કોલેજ કક્ષાએ આયોજન કરવામાં આવે છે.

દર વર્ષે યોજાતા રમોત્સવના કારણે હવે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારની સરખામણીમાં હવે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી પોતાના ગામ અને જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. અત્યાર સુધી અનેક રમતવીરો રાજ્ય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય માં વિવિધ રમતોમાં સારું પ્રદર્શન કરી બનાસકાંઠા જિલ્લાને ગોલ્ડ અને સિલ્વર મેડલ અપાવ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લો અતિ પછાત જીલ્લો માનવામાં આવે છે તેમાંથી હાલ અનેક રમતવિરો જળકી રહ્યા છે.

રાજ્યમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો

મહેસાણા ખાતે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન થતાં ડીસા ખાતે કાર્યરત સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના બે વિદ્યાર્થીઓએ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે નોંધણી કરાવી હતી સ્પર્ધામાં આ બંને વિદ્યાર્થીઓનું એક જ લક્ષ હતું કે પોતે વિજેતા થઈ પોતાના ગામ અને કોલેજ નું નામ રોશન કરે. જેથી 4 મહિનાથી રોજેરોજ કલાકો સુધી કોલેજના વ્યાયામ શિક્ષક દ્વારા ખેલાડિયોને તૈયાર કરવામાં આવ્યા હતા.જેમાસુહાસ ગાયકવાડ અને સંજય લુહારેમહેસાણા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં 17 કોલેજના 150 થી પણ વધુ વિદ્યાર્થીઓ પાછાડીને મેડલ મેડવી નામ રોષન કર્યું છે.

150 વિદ્યાર્થીઓની સામે ટેકવોન્ડો સ્પર્ધામાં મેદાન મારી ગાયકવાડ સુહાસે 63 Kgમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે સંજય લુહારે 63 Kg માં સિલ્વર મેડલ મળ્યું હતું.રાજ્ય કક્ષાએ યોજાયેલી ટેકવોન્ડો સ્પર્ધામાં સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના બે વિદ્યાર્થીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રમતવીરોમાં પણ ખુશી જોવા મળી હતી. કોલેજ પરિવાર પણ તેમની આ સિદ્ધિ હાસલ થતા આ બંને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

કોલેજ પરિવાર દ્વારા સન્માન કરાયું

મહેસાણા ખાતે યોજાયેલી ટેકવોન્ડો સ્પર્ધામાં ટીમ ઇવેન્ટમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ ચોથા ક્રમે રહી હતી.તેથી સંસ્થાના પ્રમુખશ ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર વિક્રમભાઈ શેઠ તેમજ કોલેજના પ્રિન્સિપાલજોગેશભાઈ ઠાકોર અને રમત-ગમતના P.T.I પ્રાધ્યાપક લીલાભાઈ દેસાઈ તથા સંપૂર્ણ સ્ટાફગણ બે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળભવિષ્ય માટે તેમને આશીર્વાદ પાઠવ્યા છે.

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

Published by:Santosh Kanojiya

First published:

Tags: Gold and silver, Gold Medal, India Sports



Source link

Leave a Comment