unique combination of wedding prints You will also be surprised to know the reason in Junagadh apj – News18 Gujarati


Ashish Parmar Junagadh : ગુજરાતમાં ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર પણ ચૂંટણીમાં કામે લાગ્યું છે લોકો પોતાનો મોટાધિકાર કરવાનું ચૂકે નહીં તે માટે સતત પ્રયત્ન જિલ્લાનું ચૂંટણી વિભાગ કરી રહ્યું છે ત્યારે એક નવી જ કંકોત્રી સામે આવી છે જેમાં દરેક મતદારોને પોતાના મત અધિકારનું યોગ્ય પણ પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી છે જૂનાગઢના રહેવાસી જયંતીભાઈ કાચા ની પુત્રી રિયા ના લગ્ન બે ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યા છે અને ત્યારે જ ચૂંટણીનો માહોલ પણ હોય જુનાગઢમાં પ્રથમ ફેસનું મતદાન પણ છે જેથી આમંત્રણ પત્રિકામાં સ્પષ્ટપણે પહેલા મતદાન કરો પછી જ લગ્નમાં પધારશો તેવી વિનંતી કરવામાં આવી છે

જિલ્લા કલેકટરને પણ આપી કંકોત્રી.

મતદાન માટે મતદારોને જાગૃત કરતી આ આમંત્રણ પત્રિકા જિલ્લા કલેકટરને પણ આપવામાં આવી છે જુનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ને સંબોધીને આ આમંત્રણ પત્રિકા લખવામાં આવી છે જેમાં સિંહના મેસકોટનો જે રીતે મતદાર એક SINH છે જેનું સંદેશ આપવામાં આવે છે તેનો પણ આ આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કંકોત્રી ના ફોટો સોશિયલ મીડિયામાં થયા ખૂબ જ વાયરલ

સામાન્ય પણ એ લગ્ન કંકોત્રી અવનવી રીતે અને સારી ડબ્બે બનાવવા માટે અનેક વ્યક્તિઓ અવનવા કીમિયા શોધતા હોય છે ત્યારે લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણીનો માહોલમાં આ લગ્ન યોજવાના હોય અનોખી રીતે આ આમંત્રણ પત્રિકા છાપવામાં આવતા હાલમાં તો આ આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહી છે.

મતદાનના દિવસે જ છે લગ્ન

વિધાનસભા 2022 ની ચૂંટણી બે ફેસમાં યોજાવા જઈ રહી છે જેમાં પ્રથમ ફેઝમાં જુનાગઢ જિલ્લાનો સમાવેશ થયો છે જેથી મતદાનના દિવસે જ લગ્ન હોય કંકોત્રી અલગ રીતે છાપવાનું આ પરિવારે નક્કી કર્યું હતું અને તેમના આ મતદારોને જાગૃત કરવા માટે ના વિચારને જોઈને સૌ કોઈએ આ વિચાર ને વધાવી લીધો હતો.

તમારા શહેરમાંથી (જુનાગઢ)

First published:

Tags: Local 18, ગુજરાત ચૂંટણી, જૂનાગઢ



Source link

Leave a Comment