UPમાં પણ સામે આવી શ્રદ્ધા મર્ડર જેવી ઘટના: પ્રિંસે પ્રેમિકાના 6 ટુકડા કરીને અલગ-અલગ ઠેકાણે ફેંક્યા



- પોલીસે તમામ પુરાવા એકઠા કર્યા અને 19 નવેમ્બરની રાત્રે આરોપી પ્રિંસ યાદવની ધરપકડ કરી હતી

આઝમગઢ, તા. 21 નવેમ્બર 2022, સોમવાર

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસની તર્જ પર ઉત્તર પ્રદેશમાં પણ આવો જ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં પણ એક માથા ફરેલ પ્રેમીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે અન્ય જગ્યાએ લગ્ન કરી લેવાથી ગુસ્સે થઈને તેની હત્યા કરી નાખી અને તેની લાશના છ ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યા હતા. શ્રદ્ધા મર્ડર કેસની જેમ જ આ કંપાવનારી ઘટના ઉત્તર પ્રદેશ રાજ્યના આઝમગઢ જિલ્લામાં સામે આવી છે. અહીંના અહરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માથા ફરેલ પ્રેમીએ પહેલા પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બાદમાં શેરડીના ખેતરમાં તેના છ ટુકડા કરવામાં આવ્યા હતા.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અનુરાગ આર્યએ જણાવ્યું કે, 16 નવેમ્બરે ગૌરીના પૂરા ગામની રોડ કિનારે એક છોકરીની લાશના અનેક ટુકડાઓમાં મળી આવ્યા હતા. છોકરીની ઓળખ આરાધના તરીકે થઈ હતી, જે વિસ્તારના ઈશકપુર ગામના રહેવાસી કેદાર પ્રજાપતિની પુત્રી છે. પોલીસે આ કેસની દરેક કડી જોડીને હત્યાના મુખ્ય આરોપી પ્રિંસ યાદવની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે હ્રદયને હચમચાવી નાખે તેવી સત્યતા જાહેર કરી છે.

પ્રિંસ યાદવનું આરાધના સાથે પહેલા અફેર હતું

એસપી આર્યએ જણાવ્યું કે, આરોપી પ્રિંસ યાદવનું આરાધના સાથે પહેલા અફેર ચાલતુ હતું પરંતુ આરાધનાના લગ્ન બીજા વ્યક્તિ સાથે થઈ જતા તે નારાજ હતો. એટલા માટે તેણે આરાધનાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો અને પછી તેને અંજામ આપ્યો. આ પ્લાનમાં તેના માતા-પિતા, બહેન, મામા-મામી, મામનો છોકરો અને તેની પત્ની પણ સામેલ છે. આ સમગ્ર ઘટના દરમિયાન પ્રિંસના મામાનો છોકરો સર્વેશ પણ તેની સાથે રહ્યો હતો. પોલીસ આ મામલે 5 મહિલાઓ સહિત 8 આરોપીઓને શોધી રહી છે.

પ્રિંસ શારજાહમાં લાકડા કાપવાનું કામ કરતો હતો

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે રાજકુમાર યાદવ ખાડી દેશ શારજાહમાં લાકડા કાપવાનું કામ કરે છે. તેને આરાધના સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ આ દરમિયાન ફેબ્રુઆરી 2022માં જ્યારે તેણે અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા ત્યારે તે શારજાહથી ઘરે આવ્યો. આ પછી તેણે આરાધના સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થયો નહીં. આના પર તેણે આરાધનાને મારવાની યોજના બનાવી. આ માટે તેણે તેના પરિવારના સભ્યોનેપણ રાજી કરી લીધા.

હત્યાબાદ મૃતદેહના 6 ટુકડા

શેરડીના ખેતરમાં આરાધનાના શરીરના છ ટુકડા કરવામાં આવ્યા હતા અને પછી પોલિથીનમાં પેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લાશના ટુકડાને ગૌરીપુરા ગામ પાસેના કુવામાં ફેંકી દીધા હતા. ત્યારબાદ બીજા ટુકડાને ત્યાંથી થોડે દૂર આવેલા તળાવ પાસે ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ બંને પાછા ફર્યા અને ત્યાં જ રોકાયા. પોલીસે વૈજ્ઞાનિક રીતે તપાસ કર્યા બાદ તમામ પુરાવા એકઠા કર્યા અને 19 નવેમ્બરની રાત્રે આરોપી પ્રિંસ યાદવની ધરપકડ કરી હતી.



Source link

Leave a Comment