Table of Contents
IPO સંપૂર્ણ OFS હશે
એક સૂત્રએ મનીકંટ્રોલને જણાવ્યું કે કંપનીએ IPO માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા છે. કંપની પાસે હાલ સરપ્લસ કેશ છે અને હવે કંપની વધુ સારા માર્જિન માટે OTC પ્રોડક્ટ્સમાં વિસ્તરણ કરવા વિચારી રહી છે. માહિતી અનુસાર, IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ હશે.
કંપનીનું વધુ આકર્ષણનું કેન્દ્ર છે ભારતમાં કારોબાર
અન્ય ફાર્મા કંપનીઓની સરખામણીમાં મેનકાઇન્ડ ફાર્માનો ભારતમાં સૌથી વધુ બિઝનેસ છે. બજારની સ્થિતિના આધારે તેનો IPO 70થી 80 કરોડ ડોલર અથવા તેનાથી પણ વધુ થઈ શકે છે.
કંપની વિશે વિગતો
મેનકાઇન્ડ ફાર્મા પ્રિસ્ક્રિપ્શન દવાઓ, OTC પ્રોડકટો અને પશુ ચિકિત્સા દવાઓનું ઉત્પાદન કરે છે. તેની ટોચની બ્રાન્ડ્સ વિશે વાત કરીએ તો પ્રેગા ન્યૂઝ, મેનફોર્સ, અનવોન્ટેડ-21, એકનેસ્ટાર, રિંગઆઉટ, ગેસ-ઓ-ફાસ્ટ અને કબ્જએન્ડ જેવી બ્રાન્ડ હેઠળ તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી વિગતો અનુસાર તે 14,000થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે અને તેનો બિઝનેસ અમેરિકા, શ્રીલંકા, કંબોડિયા, કેન્યા, કેમરૂન, મ્યાનમાર અને ફિલિપાઈન્સ સહિત 34 દેશોમાં છે.
આ પણ વાંચો: હવે અદાણી કેપિટલ્સ લાવશે IPO, જાણો ક્યારે અને શું છે યોજના?
નાણાંકીય પરિપ્રેશ્યમાં વાત કરીએ તો નાણાંકીય વર્ષ 2021માં કંપનીએ 6385 કરોડ રૂપિયાની આવક રળી હતી. સામે પક્ષે કંપનીએ નાણાંકીય વર્ષ 2020-21માં રૂ. 1293 કરોડનો ચોખ્ખો નફો (કર પછીનો નફો) મેળવ્યો હતો. કંપનીના પોંટા સાહિબ (હિમાચલ પ્રદેશ), સિક્કિમ, વિઝાગ અને રાજસ્થાન સહિત 21 સ્થળોએ પ્લાન્ટ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IPO, Pharma, Share market, Stock market