વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વિવિધ સંગઠનોએ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે જાણે ગાંધીનગરને બાનમાં લીધુ છે. સવાર પડતા જ નગરના વિવિધ સ્થળોએ આંદોલનો શરૂ થઈ જાય છે. આંદોલનકારીઓ મોટી સંખ્યામાં અન્ય શહેરોમાંથી પાટનગરમાં આવ્યા છે. આંદોલનકારીઓના દેખાવાના કારણે પોલીસે શહેરના વિવિધ માર્ગોને કોર્ડન કરી લીધા છે. જેના કારણે નગરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. શહેરના નાગરિકો, શાળાએ જતા વિદ્યાર્થીઓને રોજેરોજ ટ્રાફિક જામની સ્થિતિનો સામનો કરવો પડે છે. તેઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.આ અંગે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યુ છે કે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંદોલનોનો જાણે ઉકેલ જ આવતો નથી.
સરકાર તરફે જાણે કોઈ હરકત જ ન હોય તેમ દિવસે દિવસે આંદોલનો વધુ આગળ વધી રહ્યા છે. આંદોલનકારીઓના કારણે શહેરીજનોને જે તકલીફો પડી રહી છે તેના કારણે વસાહતીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ પણ બંદોબસ્તમાંગાંધીનગર શહેરની અંદર આ વખતે સરકારી જાહેર કાર્યક્રમો ઉપરાંત વિવિધ આંદોલનો મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે, ત્યારે ગાંધીનગર શહેરની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ માટે સરકારને ધ્યાન દોરતા જણાવાયું છે કે, સરકાર આંદોલનનું ઝડપથી નિરાકરણ લાવે નહીં તો આંદોલનથી શહે૨માં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, ધંધા-રોજગાર કરતા વેપારીઓ અને શહેરમાં ભીડભાડ થવાથી ટ્રાફિક જામના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે, જેના કારણે નાગરિકોમાં સરકાર સામે રોષની લાગણી ભભૂકી ઉઠેલી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: 11 વર્ષના ફરહાને 5,162 મીટર માઉન્ટ યુનાનને સર કરીને રેકોર્ડ સર્જ્યો; જુઓ વીડિયો
કાયદો વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી ઉભી થઈ છે. રાત્રીના સમય દરમિયાન શહેરના સેકટરોમાં ઘરમાં ચોરી, વાહન ચોરીના ગુનાઓ વધતા હોવાનો આક્ષેપ કરતા વસાહત મહાસંઘના હોદ્દેદારોએ જાહેર રસ્તા ઉપર લૂંટફાટ અને અન્ય ગુનાખોરીના બનાવોમાં પણ વધારો થયો હોવાનું જણાવતા સરકારને શહેરના નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે આંદોલનો સમેટી જાય તે પ્રકારની ન્યાયિક માંગણીઓ સ્વીકારીને આંદોલનના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ તેવું પ્રમુખ કેસરીસિંહ બીહોલા એ જણાવ્યું હતું.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gandhinagar News, People, આંદોલન