Table of Contents
યુક્રેને મહિનાની શરૂઆતમાં વળતા પ્રહાર ચાલુ કર્યા
સંસ્થાએ કહ્યુ છે કે, ‘યુદ્ધ દરમિયાન યુક્રેનના હુમલાથી ગભરાયેલાં રશિયન સૈનિકો ત્યાં જ ટેન્ક મૂકીને ભાગ્યા હતા. જે હવે ચાલુ સ્થિતિમાં છે. જ્યારે એપ્રિલમાં કીવથી પાછાં જતી વખતે રશિયન સૈનિકોએ કેટલાંક તૂટેલાં ટેન્ક પણ ઉપકરણ મૂકી ગયા હતા.’ આ મહિનાના શરૂઆતના સમયમાં યુક્રેને વળતો પ્રહાર કરવાનો ચાલુ કર્યો હતો અને યુક્રેનના સૌથી મોટા બીજા શહેર ખારકીવના કેટલાંક વિસ્તારમાં યુક્રેનની સેના ઘૂસી ગઈ હતી. વીડિયો અને ફોટોમાં જોઈ શકાય છે કે, યુક્રેનના સૈનિકો ટેન્ક, દારૂગોળો અને અન્ય હથિયારો જપ્ત કરી રહ્યાં છે કે જે રશિયન સૈનિકો મૂકને જતા રહ્યા હતા. આ દરમિયાન યુક્રેનના સૈનિકોને ઇજીયમ શહેર પાસે કબરો મળી આવી છે.
આ પણ વાંચોઃ એકસાથે દફનાવવામાં આવ્યા 400થી વધુ મૃતદેહો
‘કબ્જો કરેલા વિસ્તારમાં રશિયાએ યુક્રેનના લોકોને હેરાન કર્યા’
યુક્રેનના ઉપગૃહમંત્રી યેવહેની યેનીને એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, અધિકારીઓએ કબરોમાં ખોદકામ કર્યુ હતુ ત્યારે તેમાંથી મૃતદેહ મળ્યા હતા અને એવું લાગે છે કે, તેમને હેરાન-પરેશાન કરવામાં આવ્યા હતા. મૃતદેહોમાં પાંસળીઓ, માથાનું હાડકું, જડબું તૂટેલું છે અને અન્ય રીતે પણ તેમને હેરાન કરવામાં આવ્યા હતા. યુક્રેનના અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે, રશિયાએ જે વિસ્તારમાં કબ્જો કર્યો હતો ત્યાં લોકોને બહુ હેરાન કર્યા હતા. પરંતુ સામેની બાજુ રશિયાએ તેમના દાવાને ફગાવી દીધો છે. આ વચ્ચે યુક્રેનના દળ દેશના દક્ષિણ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચોઃ યુક્રેનથી લડવા ગયેલી બ્રાઝિલની પૂર્વ મોડલનું મિસાઈલ હુમલામાં મોત
રશિયાની સૈન્ય બોટને નદીમાં ડૂબાડી દીધી
સંસ્થાએ યુક્રેનની સેનાના હવાલાથી કહ્યુ હતુ કે, કીવની ફોજને દારૂગોળોનો એક ડિપો, બે કમાન્ડ ચોકીઓ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી તબાહ કરી નાંખી છે. યુક્રેની સેનાના દક્ષિણના સેનાપતિએ જણાવ્યુ હતુ કે, તેણે રશિયાના કબ્જામાં રહેલા નોવા કાખોવકા શહેર પાસે રશિયાની બોટને નીપર નદીમાં ડૂબાડી દીધી હતી. જેમાં તેમના સૈનિક અને હથિયારો હતાં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war