vacancies for teachers in BMC schools in Mumbai rv


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની શાળાઓ શિક્ષણ કર્મચારીઓની અછતનો (shortage of teaching staff) સામનો કરી રહી છે. આ વાતને થોડો સમય થઈ ગયો છે. ‘મિડ-ડે’ના અહેવાલ મુજબ, ઉપલબ્ધ ડેટા અનુસાર અત્યાર સુધીમાં આ શાળાઓમાં 810 શિક્ષકોની જગ્યાઓ (810 teacher’s posts are vacant) ખાલી છે. આ પોસ્ટ્સ કુલ જરૂરિયાતના 11 ટકાથી વધુ ભાગ ધરાવે છે. મરાઠી માધ્યમની શાળાઓમાં 259 જેટલી જગ્યાઓ ખાલી છે અને મુંબઈ પબ્લિક સ્કૂલો (MPS)માં 222 જગ્યાઓ ખાલી છે.

આ પહેલા જુલાઈમાં બીએમસી કોન્ટ્રાક્ટના આધારે શિક્ષકોની ભરતી (recruiting teachers on a contract basis) કરી રહી હતી. શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તે માત્ર એક કામચલાઉ ઉકેલ હતો. પોર્ટલ અનુસાર, બીએમસીના શિક્ષણાધિકારી રાજેશ કંકલે જણાવ્યું હતું કે, “નાગરિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા અને કાયમી નિમણૂકોમાં સમય લાગી શકે છે, તે બાબતને ધ્યાનમાં રાખીને અમે જુલાઈમાં એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં મુખ્ય શિક્ષકોને કલાકના પગારના આધારે કોન્ટ્રાક્ટ શિક્ષકોની નિમણૂંક કરવાની મંજૂરી આપવામાં આવી હતી.”

આ પણ વાંચો: Panchmahal: ભારતીય ટપાલ વિભાગમાં જોડાવવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક; આ તારીખે છે વોક ઇન ઇન્ટરવ્યું

શિક્ષણાધિકારી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, સરળ પ્રવેશવાળી શાળાઓમાં અન્ય કરતા વધુ શિક્ષકો હોય છે. તેથી તમામને જરૂરી સંખ્યામાં ટીચિંગ સ્ટાફ પૂરો પાડવા માટે દરેક નાગરિક શાળામાં 20 ટકા જગ્યાઓ ખાલી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતી અને તમિલ માધ્યમની નાગરિક શાળાઓમાં વધારાનો શિક્ષણ સ્ટાફ છે.

550 સરપ્લસ શિક્ષકોની બદલી માટે મંજૂરી

રાજેશ કંકલે આગળ જણાવ્યું હતું કે, “અમને તાજેતરમાં જ માધ્યમિક શાળાઓમાંથી 550 સરપ્લસ શિક્ષકોની બદલી માટે શાળા શિક્ષણ વિભાગ, મુંબઈના નાયબ નિયામકની મંજૂરી મળી છે. જો તેઓ નાગરિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરશે, તો અમારે કરાર આધારિત શિક્ષકો પર આધાર રાખવો પડશે નહીં અને સમસ્યા હલ થઈ જશે. ” વધુમાં તેમણે જણાવ્યું હતું કે બીએમસી એનજીઓમાંથી શિક્ષકોની ભરતી તેમની માંગણીઓને પહોંચી વળવા માટે કરશે.

આ પણ વાંચો: India Post Sarkari Naukri 2022: ઈન્ડિયન પોસ્ટ વિભાગમાં 8 પાસ માટે ભરતી, 63,000 સુધી મળશે પગાર

આ દરમિયાન બીએમસીની એક શાળાના મુખ્ય શિક્ષકે જણાવ્યું હતું કે, જો બીએમસીએ મરાઠી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કર્યો હોવાને કારણે ત્રણ વર્ષ પહેલાં નકારી કાઢેલા 250 સારા ઉમેદવારોને નોકરીએ રાખ્યા હોત તો બીએમસીએ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ન હોત. મુખ્ય શિક્ષકે વધુમાં ઉમેર્યું હતું કે, “જ્યારે સારા શિક્ષકોને લેવામાં આવતા નથી, ત્યારે બીએમસી કયા ધોરણના અપગ્રેડેશન વિશે વાત કરી રહી છે?”

Published by:Rahul Vegda

First published:

Tags: Career and Jobs, Education News, Job



Source link

Leave a Comment