vastu tips of pooja room with this color


Navratri 2022: 26 સપ્ટેમ્બરના સોમવારના રોજ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અનેક લોકો જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. નવરાત્રીમાં લોકો પોતાનું ઘર પણ શણગારતા હોય છે. આમ, જ્યારે નોરતાં પૂરા થાય ત્યારે માં અંબા વગર જાણે ઘર સૂનું પડી ગયુ હોય એવું લાગે છે. નવ દિવસ ચાલતી નવરાત્રીમાં માં દૂર્ગાના નવ અલગ-અલગ રૂપની પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસોમાં પૂજા વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો વૃદ્ધિ થાય છે. આ સાથે જ ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં માં દુર્ગાની પૂજા માટે કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. પૂજા રૂમને તમે આ વાસ્તુ નિયમો સાથે સજાવો છો તો માંની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. તો જાણો તમે પણ પૂજા રૂમ સાથે જોડાયેલી આ વાસ્તુ ટિપ્સ વિશે.

સ્વસ્તિકનું ચિહ્ન બનાવો

મા દુર્ગાની કૃપા મેળવવા માટે રોજ મુખ્ય દ્રાર પર સ્વસ્તિક બનાવો. સ્વસ્તિક બનાવવાની સાથે-સાથે મુખ્ય દ્રાર પર આસોપાલનું તોરણ જરૂર લગાવો. માન્યતાઓ અનુસાર આનાથી તમારા ઘરમાં શુભ સંકેત આવે છે. આ સાથે જ ઘરમાં પોઝિટિવ એનર્જીનું આગમન પણ થાય છે.

આ પણ વાંચો: પિતૃઓની આત્માની શાંતિ માટે અહીં કરો શ્રાદ્ધ

આ સ્થાન પર રાખો મૂર્તિ

માની મૂર્તિ, પ્રતિમા કે પછી કળશની સ્થાપના હંમેશા ઇશાન ખુણામાં કરો. આ દેવી-દેવતાઓની દિશા માનવામાં આવે છે. વાસ્તુ માન્યતા અનુસાર આ દિશામાં પ્રતિમા અને કળશ મુકવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. આ સાથે જ પૂજા-પાઠમાં વ્યક્તિનું મન લાગે છે.

આ દિશામાં પ્રગટાવો અખંડ દીવો

નવરાત્રીના દિવસોમાં અનેક લોકો ઘરમાં અખંડ દીવો કરતા હોય છે. તમે જો ઘરમાં અખંડ દિવો કરો છો તો ખાસ કરીને આગ્નેય ખુણામાં મુકજો. આગ્નેય ખુણો અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે. આ માટે જો તમે આ દિશામાં અખંડ દીવો પ્રગટાવીને મુકો છો તો શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો: ભણવામાં ટોપ કરે છે આ બાળકો

નવરાત્રીમાં પૂજામાં આ રંગનો કરો ઉપયોગ

નવરાત્રીમાં તમે પૂજાનું સ્થાન સજાવવા ઇચ્છો છો તો ખાસ કરીને લાલ રંગના ફુલોનો ઉપયોગ કરો. શાસ્ત્રો અનુસાર લાલ રંગના ફુલો વાસ્તુમાં સત્તા અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. આ રંગના ફુલો ચઢાવવાથી માં દૂર્ગા પ્રસન્ન થાય છે. આ સિવાય માં અંબાની વસ્તુઓ જેમ કે કપડા, ચુંદડીમાં પણ લાલ રંગનો ઉપયોગ કરો.

Published by:Niyati Modi

First published:

Tags: Gupt Navratri 2022, Maa durga, Vastu, Vastu tips, ધર્મ, ધર્મ ભક્તિ



Source link

Leave a Comment