Vidhu Vinod Chopra movie on 12th fail IPS officer


મુંબઈઃ ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા સિનેમા જગતમાં એક IPS અધિકારીની સ્ટોરી લાવવામાં લાગેલા છે. નવી ફિલ્મ ’12th ફેલ’ છે, જેની સ્ટોરી IPS અથવા IAS અધિકારીનું સપનું જોનારા વિદ્યાર્થીઓની આસપાસ ફરે છે. ‘પીકે’, ‘મુન્નાભાઈ એમબીબીએસ ફ્રેન્ચાઈઝી’, ‘3 ઈડિયટ્સ’ અને ‘મિશન કાશ્મીર’ જેવી ક્લાસિક ફિલ્મો લાવ્યા બાદ વિનોદ ચોપડા, અનુરાગ પાઠકની બેસ્ટ સેલિંગ નોવેલ ’12th ફેલ’નું ડિરેક્શન કરવાના છે. ફિલ્મમાં વિક્રાંત મૈસી મુખ્ય પાત્રમાં જોવા મળશે.

12th ફેલ, IPS ઓફિસર મનોજ શર્માના જીવનથી ઈન્સ્પાયર્ડ, જેમાં વિક્રાંત મૈસી લીડ રોલમાં જોવા મળશે. વિધુના જણાવ્યા અનુસાર, અનુરાગ પાઠકની આ સ્ટોરી વાંચ્યા બાદ તેણે આના પર કામ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ બાયોગ્રાફી નહીં હોય, પરંતુ મોટાભાગની ફિલ્મ મનોજ શર્માના જીવનથી ઈન્સ્પાયર્ડ છે. ફિલ્મ કંઈપણ કરી બતાવવાની હિંમત આપનારી હશે, જેમાં એ બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે 12th ફેલ વ્યક્તિ IPS અધિકારી બનવા સુધીનો સફર નક્કી કરે છે.

આ પણ વાંચોઃ Urfi Javed: યૂએઈમાં ઉર્ફી પર પ્રતબંધ, પોસ્ટ શેર કરી એક્ટ્રેસે જણાવ્યુ આ કારણ

કોણ છે મનોજ કુમાર શર્મા ?

શું તમે જાણો છો કોણ છે મનોજ કુમાર શર્મા? જો તમે આ વાતથી અજાણ છો તો અમે તમને અમુક રસપ્રદ વાતો વિશે જણાવીશું. મનોજ કુમાર શર્મા ખરેખર લોકો માટે એક પ્રેરણા છે. જેને લઈને કહેવામાં આવે છે કે 11મું તે કૉપી કરીને પાસ થયા હતાં. પછી 12મા ધોરણમાં તે નાપાસ થઈ ગયા હતાં. કારણકે, તેમને કૉપી કરવાનો મોકો નહતો મળ્યો. કેમકે, એસએમડીની પરીક્ષા દરમિયાન કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ દરમિયાન મનવોજ શર્માએ એક એસએમડીની તાકાતનો અંદાજો લગાવ્યો. બસ પછી શું, મનોજ શર્માએ નક્કી કરી લીધું કે તેને પાવરફુલ બનવું છે. જોકે, તે 12મા ધોરણમાં નાપાસ થઈ ગયા હતાં. જેથી તેમને ઘરનું ગુજરાન ચલાવવા માટે ટેમ્પો ચલાવવાની ફરજ પડી હતી. એકવાર જ્યારે તેમનો ટેમ્પો પકડવામાં આવ્યો તો તે એસએમડી પાસે ગયા. જેથી તે તેમને પોતાનો ટેમ્પો છોડવાનું કહી શકે. પણ, મનોજ એવું કશું કહી ના શક્યા.

આ પણ વાંચોઃ Rakhi Sawant Net Worth: કરોડોની માલકિન છે ડ્રામા ક્વિન રાખી સાવંત, જાણો ક્યાંથી આવે છે તેની પાસે આટલા પૈસા

તેણે પોતાનું ભણતર જણાવ્યા વિના, એસએમડીને પુછ્યુ કે તમે આ સ્થાન પર પહોંચવા માટે કેવી રીતે ભણ્યા. ત્યારબાદ મનોજ, મુરૈના છોડીને તૈયારી કરવા માટે ગ્વાલિયર આવી ગયા. પોતાનું ગુજરાન ચલાવવા માટે તેણે એક જગ્યાએ પટ્ટાવાળાનું કામ કરવાનું શરુ કરી દીધું. અહીં તેમની ભણવા માટેની ધગશ વધી. મનોજની એક ગર્લફ્રેન્ડ હતી. જ્યારે તે છોકરીના પ્રેમમાં પડ્યા અને તેને કહ્યુ કે જો તેણી તેને હા કહી દેશે તો તે આખી દુનિયા બદલી દેશે. બસ પછી શું હતુ પ્રેમમાં સફળચા મળી અને પ્રોફેશનલ લાઈફમાં પણ.

Published by:Hemal Vegda

First published:

Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, મનોરંજન



Source link

Leave a Comment