જો આ બધું તમને અત્યાર સુધી મજાક જેવું લાગતું હતું, તો તમારે એક તસવીર જોવી જોઈએ, જે અત્યારે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. બ્યુટી ક્લિનિકની સામે ઉભેલા ત્રણ લોકોનો ફોટો આ સમયે વાયરલ થઈ રહ્યો છે, જેમના હાથમાં સ્માર્ટ ફોન છે, પરંતુ પેટ પર સર્જિકલ ડાઘ દેખાઈ રહ્યા છે. આ તસવીર વિવાદોમાં ઘેરાઈ છે. તો શું આ તસવીર સાચી છે અને લોકો આઈફોનના એટલા ક્રેઝી છે કે તેઓ તેમના સ્વાસ્થ્ય સાથે રમવા માટે તૈયાર છે.
Table of Contents
iPhone 14s ખરેખર કિડની વેચીને ખરીદી રહ્યાં છે લોકો?
આ તસવીર ક્યાંથી આવી?
લાઓસમાં એક બ્યુટી ક્લિનિક, ડૉ. નીથ બ્યુટી સેન્ટર, વિએન્ટિયાને આ તસવીર પ્રકાશિત કરી છે, જેમાં બે પુરૂષ અને એક મહિલા હાથમાં iPhone લઈને પોઝ આપી રહ્યાં છે. આ તમામ લોકોના પેટની બાજુમાં એક પટ્ટી છે, જે સર્જિકલ ડાઘની જેમ બતાવવામાં આવી છે. આ ફોટો થાઈલેન્ડમાં વાયરલ થયો હતો અને ઘણા લોકોએ તેને સાચું માન્યું હતું.
આ પણ વાંચો: એક જ દોરડા પર સ્ત્રી-પુરુષની અન્ડરવેર લટકતી હશે તો જવુ પડશે જેલ
તસવીર પરથી અંગોની તસ્કરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે વાતને લઈને સમગ્ર દેશમાં વિવાદ થયો હતો. થાઈ રેડક્રોસ ઓર્ગન ડોનેશન સેન્ટર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ રીતે અંગોની તસ્કરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને લોકોને લાગે છે કે આઈફોન માટે અંગો વેચવા એ કોઈ મોટી વાત નથી.
આ પણ વાંચો: દુનિયાની 5 સૌથી ગંદી નોકરી, લાખો રૂપિયાનો મળશે પગાર, છતાં પણ નહિ કરવા ઈચ્છો આ કામ!
શું છે તસવીર પાછળનું સત્ય?
આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર પણ હોબાળો થયો છે. કેટલાક યુઝર્સે આની સામે અવાજ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ કોઈ મજાક નથી. પહેલાથી જ થાઈલેન્ડમાં મોટી ઈવેન્ટ અને આવી વસ્તુઓની ટિકિટનો ઘણો ક્રેઝ છે, આવી સ્થિતિમાં અંગોની તસ્કરીને પ્રોત્સાહન મળી શકે છે. જ્યારે બ્યુટી ક્લિનિક દ્વારા માર્કેટિંગ સ્ટંટ તરીકે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે પરંતુ તેની વિપરીત અસર જોવા મળી રહી છે. લોકોએ કહ્યું કે આ મજાકનો મામલો નથી પરંતુ બેજવાબદારીભર્યો કૃત્ય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bizzare Stories, IPhone 14, OMG News, અજબગજબ