1-2 વર્ષની બાળકી અજગર સાથે રમતી જોવા મળી
બાળકીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ચોંકાવવા માટે પૂરતો છે. વીડિયોમાં 1 દોઢ વર્ષની છોકરી વિશાળકાય અજગર સાથે રમતી જોવા મળી રહી છે. આ વીડિયોને જોયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે નાના બાળકો માટે કહેવામાં આવે છે કે તેઓ પ્રાણીઓ અને ખતરનાક વસ્તુઓને જોયા પછી ડરી જાય છે, પરંતુ આ વીડિયો આ વાતને સંપૂર્ણપણે ખોટી સાબિત કરી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક 1-2 વર્ષની બાળકી બેઠી છે,તમે જોઈ શકો છો કે અજગર કેટલો વિશાળ અને જાડો છે. ક્યારેક બાળક અજગર પર સૂઈ જાય છે, અને ક્યારેક તેની પીઠ પર બેસે છે. આશ્ચર્યની વાત એ છે કે અજગર બાળકને કોઈ નુકસાન પહોંચાડતો નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે અજગરને જોઈને છોકરી બિલકુલ ડરતી નથી. ચાલો જોઈએ આ વાયરલ વીડિયો…..
આ પણ વાંચો: કારનું બોનેટ ખોલીને રિપેર કરી રહ્યો હતો શખ્સ, અચાનક કાર આગળ વધી
વીડિયોમાં જે રીતે છોકરી અજગર સાથે રમતી જોવા મળી રહી છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે બંને ખૂબ જ નજીકના મિત્રો છે. યુવતી પણ અજગરને પર ચઢતી જોવા મળે છે. આ દરમિયાન પણ અજગર નાની બાળકીને નુકસાન પહોંચાડતો નથી. વીડિયો જોઈને લોકો યુવતીની બહાદુરીના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Railway Track ક્રોસ કરી રહી હતી મહિલા, 2 સેકન્ડમાં બે વાર થયો મોત સાથે સામનો
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર earth.reel નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. હવે આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ વિવિધ બાબતો વિશે વાત કરી રહ્યા છે. કોઈ બાળકના માતા-પિતાને કોસી રહ્યું છે તો કોઈ ડરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Snake, Viral videos, અજબગજબ