Viral Video of news Anchor


નવી દિલ્હીઃ ઇન્ડિયાની ટી-20 વર્લ્ડ કપ ટીમની જાહેરાત 12મી સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. ત્યારે ટીમના મોટાભાગના ખેલાડીઓ એશિયાકપ 2022ના જ છે. માત્ર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. આ ઉપરાંત અવેજી ખેલાડી તરીકે મોહમ્મદ શમી, રવિ બિશ્નોઈ, શ્રેયસ અય્યર અને દીપક ચહરનો સમાવેશ થાય છે.

રોહિત શર્માનું મીડિયાને સંબોધન

ભારતના એશિયા કપમાં નિરાશાજનક પ્રદર્શન પછી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તેમની શ્રેણીમાં ફરીથી વાપસી કરવાનો પ્રયત્ન કરશે. 20 સપ્ટેમ્બરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા ટી-20 પહેલાં કેપ્ટન રોહિત શર્માએ મીડિયાને સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે ડાઉન અંડરના ઓપનિંગ સ્લોટમાં તેમની સાથે કોણ હશે તે વિશે વાત કરી હતી.

આ પણ વાંચોઃ હનુમાનજીની પ્રતિમાનો પલક ઝપકાવતો વીડિયો વાયરલ

કે.એલ રાહુલ ઓપનર હશેઃ રોહિત શર્મા

રોહિતે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, વિરાટ કોહલી ત્રીજા ઓપનર હશે અને અન્ટ કેટલીક રમતોમાં ઓપનિંગ કરશે. એશિયા કપની છેલ્લી મેચરમાં જે રીતે તેઓ રમ્યા હતા તેનાથી અમે ખુશ હતા. તો કે.એલ. રાહુલ બેટિંગમાં ઓપનિંગ કરશે. અમે તેમના સ્થાનને લઈને વધુ પ્રયોગ કરવા માંગતા નથી. રાહુલ ટીમ ઇન્ડિયા માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. હું સ્પષ્ટ કરવા માગુ છુ કે અમારા માટે. અમે કે.એલ. રાહુલ શું કરી શકે છે તેનાથી વાકેફ છીએ. તે ગુણવત્તાયુક્ત ખેલાડીની સાથે સાથે અમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. ઓપનિંગમાં તેની હાજરી ખૂબ જરૂરી છે.’

આ પણ વાંચોઃ કિડની વેચીને લોકો ખરીદી રહ્યાં છે iPhone 14s! વાયરલ તસવીર

‘રાહુલ ગાંધી કે.એલ. રાહુલની જગ્યાએ ઓપનિંગ કરશે’

જો કે, આ વચ્ચે એક ટીવી એન્કર સોશિયલ મીડિયામાં તેના એન્કરિંગમાં પડેલી ભૂલને લીધે ભારે ટ્રોલ થયો હતો. તેણે એન્કરિંગ દરમિયાન કહ્યુ હતુ કે, ‘રાહુલ ગાંધી, લોકપ્રિય ભારતીય રાજકારણી અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ ટી-20 વર્લ્ડ કપમાં કે.એલ. રાહુલને બદલે ભારત માટે ઓપનિંગ કરશે.’

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

એન્કરે કહ્યુ હતુ કે, ‘ભારતીય ટીમ કે કપ્તાન રોહિત શર્માને કહા હે કી, ટી-20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરેંગે રાહુલ ગાંધી. વિરાટ કોહલી કો ભી કંઈ મેચ મેં ઓપનિંગ કરના પડ શકતા હૈ’ (ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ખુલાસો કર્યો છે કે, રાહુલ ગાંધી ટી-20 વર્લ્ડ કપમાં ભારત માટે ઓપનિંગ કરશે. વિરાટ કોહલીએ પણ કેટલીક મેચમાં ઓપનિંગ કરવું પડી શકે છે.) આ સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રાહુલ - રોહિત બંને હાલમાં મંગળવારે સાંજે મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં ભારતની ત્રણ મેચની ટી-20 સિરિઝમાં સામેલ છે. ત્યારે હિન્દી ન્યૂઝ ચેનલના એન્કરની જીભ લપસી હતી અને તે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થયો હતો.

ટી-20 વર્લ્ડ કપ માટે ભારતની અંતિમ ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (વિકેટકિપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્કિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપસિંહ

સ્ટેન્ડબાય ખેલાડીઓ - મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર

Published by:Vivek Chudasma

First published:

Tags: Rahul gandhi latest news, T20 cricket, Video viral





Source link

Leave a Comment