Virat and Anushka rented a flat in Juhu


Virat Kohli and Anushka Sharma Rental flat: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) અને અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અવારનવાર ચર્ચામાં રહે છે. તેનું કારણ ક્યારેક તેમની પ્રોફેશનલ તો ક્યારેક પર્સનલ લાઈફ હોય છે. ત્યારે હવે આ કપલના વધુ એક સમાચાર સામે આવ્યા છે કે તેમણે મુંબઈ (Mumbai)ના જુહુમાં એક ફ્લેટ ભાડે રાખ્યો છે.

2.76 લાખ રૂપિયા છે ભાડું

વિરાટ-અનુષ્કાએ મુંબઈના જુહુમાં એક ફ્લેટ ભાડે લીધો છે. Zapkey.comના અહેવાલ અનુસાર, આ ફ્લેટ હાઇ ટાઇડ બિલ્ડિંગના ચોથા માળે છે. આ ફ્લેટ માટે તેઓ 2.76 લાખ રૂપિયા ભાડું આપી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર, આ ફ્લેટ 1650 સ્ક્વેર ફૂટનો છે. આ ફ્લેટ સમુદ્રતટ પર છે અને અહીંથી ખૂબ જ સુંદર નજારો જોઈ શકાય છે. આ ફ્લેટ પ્રિ-ક્રિકેટર સમરજીતસિંહ ગાયકવાડનો છે. તેઓ વડોદરાના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતા હોવાનું જાણવા મળે છે.આ પણ વાંચોઃ સારા અલી ખાનના સુપર બોલ્ડ અંદાજથી ફેન્સ થયા ઘાયલ, થાઈ હાઈ સ્લિટમાં બની ‘Ladybugs’

3,350 સ્ક્વેર ફૂટ જમીન ખરીદી

આ પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં જમીન ખરીદવાને કારણે ચર્ચામાં હતા. અહીં કોહલી અને અનુષ્કા દ્વારા 3,350 સ્ક્વેર ફૂટ જમીન ખરીદવામાં આવી હતી. આ જમીનના બદલામાં 19.24 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ જમીનનું વેચાણ 1 સપ્ટેમ્બર, 2022ના રોજ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીનો જન્મ ખૂબ જ સામાન્ય પરિવારમાં થયો હતો. પરંતુ આજે તેની પાસે કરોડોની સંપત્તિ છે. કોહલી દિલ્હીના સામાન્ય પરિવારમાંથી ક્રિકેટની દુનિયામાં આવ્યો હતો અને 2021માં તેની કુલ સંપત્તિ આશરે 950 કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો. હવે તેની સંપત્તિમાં ઘણો વધારો થયો છે.

આ પણ વાંચોઃ તાપસી પન્નુએ શેર કર્યુ ‘Blurr’નો ફર્સ્ટ લૂક, નાજુક હ્રદયવાળા ના જુએ આ વીડિયો

ચકદા એક્સપ્રેસથી અનુષ્કાનું કમબેક

અનુષ્કા શર્મા છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનુષ્કા સાથે કેટરિના કૈફ અને શાહરુખ ખાન પણ હતા. આ સાથે જ અનુષ્કા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે. જે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત સ્પોર્ટ્સ બાયોપિક ફિલ્મ છે. અનુષ્કા શર્માની સિનેમેટિક કરિયરની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મોમાં પોતાના બેસ્ટ અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે. અનુષ્કાના હિટ લિસ્ટમાં ‘રબને બના દી જોડી’, ‘બેન્ડ બાજા બારાત’, ‘પીકે’, ‘સુલતાન’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘સંજુ’, ‘જબ તક હૈ જાન’ વગેરેનો સમાવેશ થાય છે.

First published:

Tags: Anushka Sharma, Bollywood બોલિવૂડ, Entertainemt News, Virat kholi, અનુષ્કા શર્મા, મનોરંજન, વિરાટ કોહલી



Source link

Leave a Comment