Vishwa Umiya Foundation gifted silver coins to blood donors.678 units of blood collected.AGP – News18 Gujarati


Parth Patel, Ahmedabad: રક્તદાન એ મહાદાન વાક્યને સાર્થક કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નિકોલ ટીમ દ્વારા દેવસ્ય સ્કૂલ નિકોલ ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં આશરે 650 થી પણ વધારે રક્તદાતાઓએ રક્તનું દાન કરી આ સેવામાં મોટી ભૂમિકા ભજવી હતી.આ શિબિરમાં 678 યુનિટ રક્તદાન એકત્રિત કરાયું હતું. શિબિર પાછળનો ઉદ્દેશ્ય રક્તદાનના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવાનો અને તેમના અમૂલ્ય દાનથી અન્ય લોકોના જીવનમાં મદદ કરવાની લાગણી જગાડવાનો હતો.સાથે

શિબિરમાં 678 યુનિટ રક્તદાન એકત્રિત કરાયું

વિશ્વ ઉમિયાધામ-અમદાવાદ અને વિશાલ ભારત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વ્હાઈટક્રોસ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં આશરે 650 થી પણ વધારે રક્તદાતાઓએ રક્તનું દાન કરી આ સેવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ કેમ્પમાં સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપરાંત સ્થાનિકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.આ શિબિરમાં 678 યુનિટ રક્તદાન એકત્રિત કરાયું હતું. શિબિર પાછળનો ઉદ્દેશ્ય રક્તદાનના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવાનો અને તેમના અમૂલ્ય દાનથી અન્ય લોકોના જીવનમાં મદદ કરવાની લાગણી જગાડવાનો હતો.

આ શિબિર દ્વારા રક્તદાનના (Blood donation) મહત્વ વિશે સંસ્થાએ જાગૃતિ ફેલાવી લોકોને માહિતગાર કર્યા હતા.રક્તદાન એ એક એવું દાન છે કે જેના દ્વારા વ્યક્તિનો જીવ બચાવવા માટે મદદરૂપ સાબિત થાય છે. જેમાં કોઈ પણ દર્દીને સારવાર દરમિયાન તાત્કાલિક લોહીની જરૂર પડે ત્યારે રક્તદાન સારવારમાં સહાયરૂપ નીવડે છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ટીમ નિકોલ દ્વારા આયોજીત દેવસ્ય સ્કૂલ નિકોલ ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

માતાજીનો ચાંદીનો સિક્કો, ટ્રોફી, સર્ટિફિકેટની ભેટ આપવામાં આવી

આ ઉપરાંત સંસ્થા દ્વારા રક્તદાતાને આર્શીવાદ રૂપે માતાજીનો ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. આ સાથે ટ્રોફી, સર્ટિફિકેટ તથા ગિફ્ટ પણ આપવામાં આવી હતી. જેમાં વેદ ગ્રુપ અને અક્ષર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે મહત્વનો ફાળો આપ્યો હતો.

કોણ રક્તદાન કરી શકે?

- 18 થી 65 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ લોહી (Blood) આપી શકે છે.

- વ્યક્તિનું વજન 45 કિલોગ્રામથી વધારે હોવું જોઈએ.

- દર 3 મહિને લોહી આપી શકાય.

રક્તદાનથી રક્તદાતાને થતા લાભો…

રક્તદાન કરવા આવતી વ્યક્તિની તપાસ ડૉક્ટર (Doctor) દ્વારા કરવામાં આવે છે. આપ તંદુરસ્ત હોય તો જ રક્તદાન કરવા દેવામાં આવે છે.

રક્તદાન પછી આપના રક્તની તપાસ કરીને તે ચેપી રોગોના વિષાણુઓથી (Virus) મુક્ત છે કે કેમ તે અંગે તપાસવામાં આવે છે અને વિષાણુ મુક્ત હશે તો તે મુજબની આપને જાણ પણ કરવામાં આવે છે.આમ બ્લડ બેંક (Blood bank) દ્વારા આપની તંદુરસ્તીની ખાતરી 2 વખત કરીને તેની જાણ પણ આપને કરવામાં આવે છે. આ 5 ચેપી રોગો મલેરિયા, હેપેટાઈટિસ બી, હેપેટાઈટિસ સી, સિફિલિસ જેવા જાતીય રોગો કે એચ.આઈ.વી. (HIV) પણ હોઈ શકે છે. આ રોગો અંગે આપને અલગ રીતે તપાસ કરાવવાની થાય તો તેનો ખૂબ મોટો ખર્ચ આવે છે. જે રક્તદાન કરતી વખતે આપને વિના મુલ્યે જાણ થઈ શકે છે.

દરેક રક્તદાતાને સંસ્થા (Organization) તરફથી રક્તદાન કર્યાનું પ્રમાણપત્ર (Certificate) તથા બ્લડ ડોનર કાર્ડ (Blood donor card) આપવામાં આવે છે. આપના આ અમુલ્ય દાનની કદરરૂપે સંસ્થા આપના રક્તદાન કર્યાના 4 મહિના દરમિયાન આપના પરિવાર માટે જ્યારે પણ જરૂર હશે ત્યારે આપને રક્ત પુરી પાડવાની ખાતરી આપે છે.

First published:

Tags: Ahmedabad news, Blood donation, Blood donation camp, Vishwa Umiyadham



Source link

Leave a Comment