What is Moonlighting and why wipro expelled 300 workers explained


વિપ્રો (Wipro)એ મૂનલાઇટિંગ (Moonlighting)માં સામેલ કર્મચારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે અને 300 કર્મચારીઓને બરતરફ (Wipro sacks 300 workers) કર્યા છે. વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજી (Rishad Premji)એ જણાવ્યું હતું કે કંપનીને છેલ્લા કેટલાક મહિનાઓમાં 300 લોકો મૂનલાઇટિંગ (What is Moonlighting) અને હરીફ કંપનીઓ માટે કામ કરતા હોવાનું જણાયું હતુ. તેમણે ઉમેર્યું હતું કે કંપનીમાં આવા લોકો માટે કોઈ સ્થાન નથી.

આ પણ વાંચોઃ Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો

શું છે મૂનલાઇટિંગ?

મૂનલાઇટિંગનો અર્થ એ છે કે કોઈ ફૂલ ટાઈમ નોકરી સિવાય બીજી નોકરી અથવા અન્ય ઘણા કાર્ય કરવા. પોતાના મુખ્ય કાર્યસ્થળ પર નોકરી કરતી વખતે અન્ય કંપની માટે ખાસ કરીને નોકરીદાતાની જાણ બહાર કામ કરવાની પ્રથાને ‘મૂનલાઇટિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. કંપનીઓએ તેનો વિરોધ કરતાં કહ્યું છે કે બહુવિધ જગ્યાએ કામ કરતા કર્મચારીઓની કાર્યદક્ષતાને અસર થાય છે.

કોવિડ -19 મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમ એ સામાન્ય ધોરણ બની ગયું હોવાથી આઇટી ઉદ્યોગમાં મૂનલાઇટિંગ ચર્ચાનો વિષય બની ગયો છે, જેના કારણે એકસાથે બે જગ્યાએ નોકરી કરવાના કિસ્સાઓમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે.

વિપ્રો ચીફના આ નિવેદનને પગલે મૂનલાઇટિંગે ભારતીય આઇટી ફર્મને અમુક અંશે વિભાજિત કરી દીધી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીએફઓ) એનજી સુબ્રમણ્યમે તેને એથિકલ ઇશ્યૂ ગણાવ્યો છે, જ્યારે ટેક મહિન્દ્રાના સીઇઓ સીપી ગુરનાનીએ જણાવ્યું હતું કે જો તે કર્મચારીઓને વધારાના પૈસા કમાવવામાં મદદ કરે તો તેઓ આ પ્રથાને આવકારી શકે છે. તેણે કર્મચારીઓને ઓપન રહેવાની પણ સલાહ આપી છે અને તેમને છેતરપિંડી ન કરવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચોઃ વીમા પોલિસી ખરીદતી વખતે કોઈ બીમારી દર્શાવવાનું ભૂલાઇ ગયું? તો જાણો શું કરવું

અન્ય એક મોટી આઇટી કંપની ઇન્ફોસિસે તેના કર્મચારીઓને કંપનીને જાણ કર્યા વિના બીજી નોકરી કરવા સામે ચેતવણી આપી છે. એચઆર વિભાગ દ્વારા કર્મચારીઓને તાજેતરમાં મોકલવામાં આવેલા એક ઇમેઇલમાં ઇન્ફોસિસે જણાવ્યું હતું કે તેના તમામ કર્મચારીઓએ અન્ય જગ્યાએ નોકરી લેતા પહેલા તેમના રોજગારના કોન્ટ્રાક્ટ્સને વાંચવા જોઇએ. હકીકતમાં કંપનીએ કર્મચારીઓને ચેતવણી પણ આપી હતી કે જો તેઓ કામના કલાકો દરમિયાન અથવા પછીના કલાકો દરમિયાન બીજી નોકરી કરે છે તો તેમને ટર્મિનેશન આપવામાં આવશે.

કંપનીઓનું મૂનલાઇટિંગ સામે કડક વલણ

મોટાભાગની આઇટી કંપનીઓએ મૂનલાઇટિંગ સામે પોતાનું વલણ કડક બનાવ્યું છે અને તેના કર્મચારીઓને ચેતવણી આપી છે. જો કોઈ કર્મચારીના કરારમાં નોન-કમ્પીટ અને સિંગલ એમ્પ્લોયમેન્ટનો ઉલ્લેખ હોય તો મૂનલાઇટિંગને છેતરપિંડી તરીકે ગણી શકાય.

આ પણ વાંચોઃ Dolly Khannaએ રોકાણ કરેલા આ સ્ટોકે 5 વર્ષમાં આપ્યું 183 ટકા રીટર્ન, હવે શેરહોલ્ડરોને આપશે ડિવિડન્ડ

શું કહ્યું અજીમ પ્રેમજીએ?

ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશનના એક કાર્યક્રમમાં બોલતા અને મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ પ્રેમજીએ કહ્યું હતું કે, “જો તમે ખરેખર મૂનલાઇટિંગની વ્યાખ્યા જુઓ છો, તો તે ગુપ્ત રીતે બીજું કામ કરવું છે, હું પારદર્શિતામાં માનું છું. પારદર્શકતાના ભાગરૂપે સંસ્થાઓમાં વ્યક્તિઓ ખૂબ જ નિખાલસ વાતચીત કરી શકે છે.” તેમણે ઉમેર્યું કે, સંસ્થાઓ અને વ્યક્તિઓ બીજી નોકરી વિશે “નક્કર પસંદગી” કરી શકે છે. વિપ્રોની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કર્યો હતો કે હરીફ કંપનીઓ માટે કામ કરતા વર્તમાન કર્મચારીઓ “તેના સૌથી ઊંડાણ પૂર્વક અખંડિતતાનું સંપૂર્ણ ઉલ્લંઘન” કરનારા છે.

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, WIPRO



Source link

Leave a Comment