આવી સ્થિતિમાં ધાર્યા માર્કસ મેળવી ન શકનાર માટે બધું ખતમ થઇ ગયું નથી. તબીબી ક્ષેત્ર માત્ર MBBS પૂરતું મર્યાદિત નથી. ઘણા અભ્યાસક્રમોમાં NEET માર્ક્સની જરૂર નથી. BSc ની ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ પણ તેમાં ફોર્મ ભરી શકે છે અથવા બિઝનેસ ફિલ્ડમાં MBA સાથે ઇન્ટીગ્રેટેડ કોર્સ કરવા વિશે પણ વિચારી શકે છે.
Table of Contents
MBBS સિવાયના કોર્સ
NEET દ્વારા MBBS સિવાયના વિવિધ UG અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મળે છે. જો કે, કેટલાક કોર્સમાં NEET માર્ક્સની જરૂર હોતી નથી જેમ કે:
- BDS બેચલર ઓફ ડેન્ટલ સર્જરી
- આયુષ અભ્યાસક્રમો (BAMS BSMS BUMS BHMS)
- B.V.Sc. (વેટરનરી સાયન્સમાં સ્નાતક)
- B.Sc. અભ્યાસક્રમો (કૃષિ, રેડિયોગ્રાફી, લેબ ટેક, ક્લિનિકલ રિસર્ચ, બાયોટેકનોલોજી, ફિઝિયોલોજી, માઇક્રોબાયોલોજી, લાઇફ સાયન્સ, સાયકોલોજી વગેરે)
અન્ય કેટલાક પોપ્યુલર કરિયર ઓપ્શન
- ફૂડ સાયન્ટિસ્ટ (B.Tech Food Technology)
- પેરામેડિકલ (DMLT- મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં ડિપ્લોમા)
- ન્યૂટ્રિશિયન અને ડાયેટિશિયન
- જિનેટિક્સ
- ફાર્મસી (બી.ફાર્મ)
- નર્સિંગ (B.Sc. નર્સિંગ)
- BPT (બેચલર ઑફ ફિઝિયોથેરાપી)
- ડિપ્લોમા અભ્યાસક્રમો
- MBA (હોસ્પિટલ અને હેલ્થ મેનેજમેન્ટ)
- ફોરેન્સિક સાયન્સ અને ક્રિમિનોલોજી
- B.sc (ઓપ્ટોમેટ્રી અને ન્યુક્લિયર મેડિસિન)
આ મામલે અનએકેડમી (unacademy) ના ટોચના NEET UG એજ્યુકેટર સીપ પાહુજાએ જણાવ્યું હતું કે, જો કોઈ વિદ્યાર્થી જરૂરી NEET માર્ક્સ મેળવી શકયા ન હોય તો, તેઓએ એક વર્ષ ડ્રોપ લેવો જોઈએ. જો કે, જે વિદ્યાર્થીઓ ડ્રોપ લેવા માંગતા નથી અને જો તેઓને ભારતમાં ખાનગી મેડિકલ કોલેજોમાં પણ એડમિશન મળે તેમ ના હોય તો તેઓ વિદેશની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે પણ વિચારી શકે છે.
અન્ય વિકલ્પ તરીકે, તેઓ તેમના NEET માર્ક્સ પર આધારિત વિવિધ અભ્યાસક્રમો પણ પસંદ કરી શકે છે. તેઓ આયુષ અભ્યાસક્રમો, BAMS, BHMS, યુનાની સિધા, યોગિક નેચરોપથી જેવા અભ્યાસક્રમો વિશે વિચારી શકે છે. આ અભ્યાસક્રમોમાં MBBS માટે જરૂરી માર્ક્સ કરતાં સરખામણીમાં ઓછા માર્કસ પર એડમિશન ઓફર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ વેટરનરી અને નર્સિંગ કોર્સ પણ પસંદ કરી શકે છે.
વિદેશમાં મેડિકલનો અભ્યાસ
ભારતમાં MBBS કરવાનું વધુ મુશ્કેલ બન્યું છે કારણ કે અહીં મર્યાદિત બેઠકો ઉપલબ્ધ છે. જ્યારે વિદેશી સંસ્થાઓએ પોસાય તેવા વિકલ્પો શરુ કર્યા છે, ભારતીય વિદ્યાર્થીઓ પાસે હવે વિદેશમાં અભ્યાસ કરવાની ઉત્તમ તકો છે. યુક્રેન, રશિયા, નેપાળ, બાંગ્લાદેશ, કઝાકિસ્તાન જેવા દેશોમાં જઈને MBBS ડિગ્રી મેળવવી ભારતીયોમાં ખુબ સામાન્ય વાત છે. અગાઉ FMGE (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન) માં ફેઈલ થવાના ડરને કારણે વિદેશ નહોતા જતાં તેવા વિદ્યાર્થીઓ NEET UG પછી વિદેશમાં અભ્યાસ કરી શકે છે.
આ પણ વાંચો: Story Of Success: ડાન્સરથી IAS બની કવિતા રામૂ, 600થી વધારે સોલો પરફોર્મેન્સ પણ આપ્યાં
આ બાબતે પહુજા સૂચવે છે કે, ભારતીયો અને વિદેશના વિદ્યાર્થીઓ બંનેએ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે લાઇસન્સ મેળવવા માટે NEXT (નેશનલ એક્ઝિટ ટેસ્ટ)ની સમાન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જેથી વિદ્યાર્થીઓએ દેશ અને કોલેજની પસંદગી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર