રખડતા ઢોરની રંઝાડ સુરતમાં પણ ઓછી નથી. અહીં શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા છે. સુરતમાં પણ રખડતા ઢોરો અનેક લોકોને અડફેટે લઈ ચૂક્યા છે. ત્યાં જ રસ્તા પર રખડતા ઢોરનો આ ઢગલો રાજકોટનો છે. આમ તો આ રસ્તો રાહદારીઓ અને વાહનચાલકો માટે છે પરંતુ વીડિયોમાં દ્રશ્યો જોઈને લાગે કે અહીં તો રખડતા ઢોરનું જ સામ્રાજ્ય છે.
અમદાવાદ સહિત અનેક શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત
રખડતા ઢોરનાં આતંકથી રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી#Ahmedabad pic.twitter.com/zebmTAuuoR
— News18Gujarati (@News18Guj) September 20, 2022
બીજી તરફ જામનગરના જાહેરમાર્ગો પર નજર કરી તો અહીંના દ્રશ્યો પણ વખાણવા જેવા નહોતા. જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો વાહનચાલકો માટે માથાનો દુખાવા સમાન છે. અવાર-નવાર જામનગર અને આસપાસના વિસ્તારના ગ્રામ્ય પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ અવિરત છે ત્યારે આવા બનાવો છાશવારે બનતા રહે છે પરંતુ તેનો કોઈ નિવેડો આવતો નથી અને રખડતા ઢોરો અનેક લોકોને અડફેટે લેતા હોય છે.
આ પણ વાંચો- રાજ્ય પર વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય, મેઘરાજા જતાં-જતાં પણ જમાવટ કરી જશે
આખા ગુજરાતમાં રખડતા ઢોરનીરંજાડના લાઈવ વીડિયો સામે આવતા રહે છે તાજેતરમાં જ રખડતી રંજાડનો એક વીડિયો વાયરલ થયા બાદ લોકો આ રખડતા ઢોરના આતંકથી ત્રાહીમામ પોકારી ગયા છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Cattle seized, Stray Cattle, અમદાવાદ, ગુજરાત