woman files complain against in laws Ahmedabad


અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યા છે કે, લગ્ન બાદ તેને ગર્ભ રહ્યાની જાણ થતાં પતિએ આણંદ લઈ જઈ ગર્ભપાત કરાવ્યો હતો. બીજી વાર ગર્ભ રહ્યા બાદ યુવતીએ ગર્ભપાતના ડરથી પતિને ખુશખબરી આપી નહોતી. પણ સાતમા મહિને જાણ થતા પતિએ ગર્ભપાત કરાવવાનું કહી ભાવનગર જતો રહ્યો હતો. બીજી વાર રહેલા ગર્ભથી યુવતીએ દીકરાને જન્મ આપતા પતિએ તેનો દીકરો ન હોવાનું કહી તરછોડી દીધી હતી.

મૂળ જયપુરની અને હાલ સરખેજમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન ભાવનગર ખાતે રહેતા યુવક સાથે વર્ષ 2020માં થયા હતા. યુવતીનો પતિ ભાવનગરમાં ઓઇલ પેટ્રોલિયમનો બિઝનેસ કરે છે. લગ્ન બાદ યુવતી દસેક દિવસ સાસરે રહી હતી બાદમાં પિયર આવી હતી. દોઢેક માસ બાદ યુવતીના પતિએ પ્લેનની ટિકિટ મોકલી આપી અમદાવાદ બોલાવી હતી. બાદમાં જુહાપુરામાં રાખેલા ભાડાના મકાનમાં તેને રાખી હતી. યુવતીએ ભાવનગર સાસરે જવાનું કહેતા પતિએ થોડા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય પછી જઈશું તેમ જણાવ્યું હતું.

યુવતીનો પતિ વધુ ભાવનગર રહેતો હોવાથી નણંદ અને અન્ય લોકોને યુવતીએ સાસરે સાથે રાખવાનું કહેતા તે લોકોએ યુવતીને કહ્યું કે, તેનો પતિ દર છ મહિને અલગ અલગ યુવતીઓ સાથે લગ્ન કરે છે, તારે ત્યાં રહેવું હોય તો માતા પિતાને અલગ મકાન લઈ આપવાનું કહી દે.

અમદાવાદ: સ્કૂલના પીટી ટીચરે વિધાર્થીનીઓને મોકલ્યા અશ્લીલ મેસેજ!

થોડા સમય બાદ યુવતીને ગર્ભ રહ્યો હતો. પણ સાસરિયાઓ તેને ગર્ભપાત કરાવવા દબાણ કરતા હતા અને પતિ આ વાતને લઈ માર પણ મારતો હતો. બાદમાં પતિએ ઓળખીતી એક મહિલા કે જે આણંદ રહેતી હતી તેની સાથે મળી યુવતીને ભાવનગર લઈ જઈ એક હોટલમાં રાખી હતી. બાદમાં આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે એક હોસ્પિટલમાં લઈ જઈ પતિએ સહીઓ કરાવી ગર્ભપાત કરાવી દીધો હતો.

2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે

બાદમાં યુવતી અમદાવાદ રહેવા આવી હતી અને તેના ઘરના લોકોને ગર્ભપાતની જાણ થઈ પણ દીકરીનું ઘર બચાવવા કોઈ ફરિયાદ નહોતી કરી. બાદમાં યુવતીની નણંદ પતિ પાસે છૂટાછેડા લેવાનું કહી માર મારતી હતી. ફરી એક વાર યુવતીને ગર્ભ રહેતા તેણે ગર્ભપાત ના ડરથી પતિને કહ્યું નહોતું. પણ ચોથા મહિને જાણ થતા પતિએ ગર્ભપાત ની વાત કરી હતી. યુવતીને રહેલા ગર્ભ ના સાતમા મહિને તેનો પતિ તેને છોડી ભાવનગર જતો રહ્યો હતો.

બાદમાં યુવતીએ એક દીકરાને જન્મ આપતા તેના પતિએ દીકરો તેનો ન હોવાનું કહી તેને તરછોડી દીધી હતી. જેથી સમગ્ર મામલે યુવતીએ ચાર લોકો સામે ફરિયાદ આપતા પોલીસે ગર્ભપાત અને માનસિક શારીરિક ત્રાસની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: Married women, અમદાવાદ, અમદાવાદ પોલીસ, ગુજરાત



Source link

Leave a Comment