woman stuck in lift Surat Fire brigade rescue


સુરત: શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા પાંચમા માળના સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં વહેલી સવારે 6.30ની આસપાસ અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ હતી. તેમાં 36 વર્ષીય મહિલા ફસાઈ ગઈ હતી. પાંચ માળના સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા સોનલબેન ટેલર લિફ્ટનો ઉપયોગ કરીને નીચે જઈ રહ્યા હતા. દરમિયાન લિફ્ટ ત્રીજા માળે પહોંચી અને અચાનક જ પાવર ચાલ્યો ગયો હતો અને લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેને લઇ સોનલબેન ગભરાઈ ગયા હતા અને લિફ્ટમાં બૂમાબૂમ કરી હતી.

સોનલબેનની બૂમાબૂમને કારણે વહેલી સવારે બિલ્ડીંગના રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા. સોનલબેનને બહાર કાઢવા લિફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો ન ખુલતા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સોનલબેનને લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન યોજાયું

આ અંગે ફાયર અધિકારી મનોજ શુક્લએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહિલા લિફ્ટમાં નીચે જઈ રહ્યા હતા. દરમિયાન ત્રીજા માળે લિફ્ટ પાવર ન હોવાના કારણે બંધ થઈ ગઈ હતી. જેથી ચોથા માળ પર જઈ લિફ્ટનો દરવાજો મશીન વડે તોડવો પડ્યો હતો. બાદમાં મહિલાનું સહી સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ મહિલા 30થી વધુ મિનિટ સુધી લિફ્ટમાં બંધ રહી હતી. આ સાથે પાવર કટ થતા લિફ્ટનો પંખો અને લિફ્ટ બંધ થઇ ગયા હતા.

સુરતમાં આજે સલુનમાં આજે ગ્રાહકો માટે છે 50 ટકા ઓફની ઓફર

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બોત્તેરમાં જન્મ દિવસની ઉજવણી આખા દેશમાં થઇ રહી છે. લોકો પોત-પોતાની રીતે વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. દેશના વડાપ્રધાનએ મૂળ ગુજરાતના એટલે ગુજરાતીઓ દ્વારા ખાસ તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરતની વાત કરવામાં આવે ત્યારે સુરતમાં અનેક જગ્યાએ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. કેટલાક સેવાકીય કાર્ય કરીને ઉજવે છે. તો કેટલાક રેસ્ટોરન્ટમાં આજે ખાવાનામાં પણ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. સુરતના એક સલૂનના માલિકે વડાપ્રધાનમોદીના જન્મ દિવસ પર સલૂનની દરેક સર્વિસ અડધા ભાવે કરી આપવાની જાહેરાત કરી છે.એટલે આજે સલૂનમાં કોઈ પણ સર્વિસ કરવામાં આવશે તેના પણ પચાસ ટકા ડિસ્કાઉટ આપવામાં આવશે.ત્યારે આ દિવસે ડિસ્કાઉન્ટ હોવાથી ઘણા બધા લોકોએ પેહલેથી અપોઇમેન્ટ લઇને આ સેવાનો લાભ લીધો છે. દેશના વડાપ્રધાન કામોથી પ્રભાવિત થઇને આજના દિવસ માટે આ ડિસ્કાઉન્ટ રાખ્યું છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: અકસ્માત, ગુજરાત, સુરત





Source link

Leave a Comment