World Cup Football: વર્લ્ડ કપની મેચ એક સાથે જોવા માટે 17 ભારતીયોએ 23 લાખનું ઘર ખરીદી લીધું


કોચ્ચિ: ભારતમાં મેચને લઈને અસલી ઝુનૂન જોવું હોય તો, તમારે કેરલ જવું જોઈએ. અહીં કોચ્ચિની નજીક વર્લ્ડ કપના 17 ફેન્સે એક સાથે મેચ જોવા માટે થઈને 23 લાખ રૂપિયાનું ઘર ખરીદી લીધું હતું.

વર્લ્ડ કપ ફુટબોલ 2022ની શરુઆત થઈ ચુકી છે. દુનિયાભરના ફેન્સમાં હાલમાં વર્લ્ડ કપને લઈને ખાસ્સો ઉત્સાહ છે. પણ ભારતમાં મેચને લઈને અસલી ઝુઝૂન જોવું હોય તો, તમારે કેરલ જવું જોઈએ. અહીં કોચ્ચિ નજીક વર્લ્ડ કપના 17 ફેન્સે એક સાથે મેચ જોવા માટે થઈને 23 લાખ રૂપિયાનું ઘર ખીરીદી લીધું હતું.

એએનઆઈના રિપોર્ટ અનુસાર, કેરલના કોચ્ચિમાં મુંડક્કમુગલ ગામના 17 ફેન્સે એક સાથે 23 લાખ રૂપિયામાં એક ઘર ખરીદી લીધું, જેથી તેઓ એક સાથે એક જગ્યા પર મેચ જોઈ શકે. આ તમામ લોકોએ અહીં નવા ખરીદેલા ઘરમાં વર્લ્ડ કપમાં ભાગ લેનારા 32 ટીમોના ઝંડા પણ લગાવ્યા છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Fifa-world-cup





Source link

Leave a Comment