You can also make Valsad’s famous ubadiyu dish at home, see how. – News18 Gujarati


Akshay kadam,valsad: શિયાળો એટલે લીલી શાકભાજીની સીઝન. પુષ્કળ પ્રમાણમાં લીલી શાકભાજી બજારમાં આવે.ગુજરાતમાં પ્રેદેશ પ્રમાણે અવનવી વાનગી બને.કેટલાક પ્રદેશની વાનગી પ્રખ્યાત હોય છે. ત્યરે દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયા પ્રખ્યાત છે. ઊંબાડિયાનું નામ સાંભળતા મોમાં પાણી આવી જાય, તો આજે ઉંબાડિયુ કેમ બને તે જાણીએ.

ગુજરાતની વાનગીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે.ઠંડીની મોસમ આવે એટલે કચરિયા, ઉંધિયુ, ઊંબાડિયું વગેરે બનતા હોય છે. પરંતુ ચૂલા પર બનતા ઊંબાડિયાનો સ્વાદ કાંઈક હટકે જ હોય છે. તેની ખાસિયત એ છે કે, તે ગેસ પર નથી બનતુ. તેને પકાવવા માટે અલગ પ્રકારની રેસિપી તૈયાર કરવામા આવે છે. પારંપરિક રીતે તેને એક માટલામાં બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાન, લાકડા મૂકાય છે, જેમાં સામગ્રીથી ભરેલું માટલું રાખવામાં આવે છે અને તેને વચ્ચે પકાવવામાં આવે છે.

ઊંબાડિયું બનાવવા માટેની સામગ્રી

કડવાવાલની પાપડી,(તમે કોઈ પણ પાપડી લઇ શકો છો),લીલી મરચા ,આદુ-મરચાં,સુરતી કંદ(રતાળુ),અજમો,આંબા હળદરની પેસ્ટ ,મિડિયમ સાઈઝના બટાકા,શક્કરિયા કંદ,કોથમરી,લીલી હળદર,મીઠું સ્વાદાનુસાર ,સૂરણ(નાંખવું હોય તો),રીંગણ (નાખવું હોઈ તો)અને ખાસ કલાર અને કંબોઈ નામની વનસ્પતિ.

ચટણી બનાવવાની રીત

લીલી મરચી અને આદુ-મરચાં અધકચરા વાટવા. વાટી લીધાં બાદ તેમાં જરુર મુજબનું મીઠું અને અજમો નાંખી દેવા. આંબા હળદરની ચટણી અને લીલી હળદર નાંખી દેવી.

કેવી રીતે ઊંબાડિયું બનાવાય

સૌથી પહેલા નાના બટેટામાં કાપ મુકીને તૈયાર કરેલી ચટણી ભરી દેવાની છે.બાદ પાપડીમાં પણ ચટણી કરી દેવાની છે. હવે બધા શાક બરાબર મિક્સ કરી તેમાં હથેળીમાં સમાય તેટલું જ તેલ, અજમો અને મીઠું ભભરાવી બરાબર હલાવી લો. ત્યારબાદ માટલામાં કલાર અને કંબોઇ વનસ્પતિનું એક લેયર બનાવી નીચે મુકવાનું છે, બાદ તૈયાર કરેલું શાકભાજી માટલામાં બરાબર ભરી કંબોઈ અને કલારની વનસ્પતિથી બરાબર ચુસ્ત રીતે બંધ કરી દેવું. પછી માટલાને ઊંઘુ ખાડામાં રાખી તેના પર લાકડા અને પાન સળગાવી ભઠો કરવો.. આમ 40થી 45 મિનિટમાં રહેવા દેવું, આમ સ્વાદિષ્ટ ઉંબાડિયું તૈયાર થઈ જાય છે.છાસ સાથે ખાઈ શકો છો.

તમારા શહેરમાંથી (વલસાડ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Famous Food, Local 18, Valsad



Source link

Leave a Comment