You gave warm clothes to this organization. Help the needy people – News18 Gujarati


Mehali Tailor, Surat; હાલ શિયાળાની ઋતુની શરૂઆત થતા ઠંડીનું પ્રમાણ વધી ગયું છે દરમિયાન અનેક પરિવારો પણ છે જે ઠંડીના કારણે બીમાર પડે છે અને કેટલાક કિસ્સામાં ઠંડી સહનથતા મોતને પણ ભેટે છે ત્યારે આવા પરિવારોને મદદરૂપ થવા માટે આપણે પણ આપણા ઘરમાં પડેલા ગરમ કપડાં દાન કરી આવા લોકોને મદદરૂપ થઈ શકીએ છીએ. આપણા પરિવારમાં બાળકો મહિલા પુરુષોના સ્વેટર જેવા ગરમ કપડાં વધારાના હોય અને સારી કન્ડિશનમાં હોય ત્યારે આવા કપડાનું દાન આપને કરી શકે છે.

આપણા દરેક લોકોના ઘરમાં ઘણા સ્વેટર સાલ ધાબળા ટોપી અને મફલર તો એવા પડ્યા હોય છે જેનો ઉપયોગ આપણે પહેલા કરતા હોય છે અને ત્યારબાદ દરેક વસ્તુ નવી આવી ગયા બાદ તે આપણા ઘરમાં એમને એમ પડી રહે છે.ત્યારે આજ નકામી બનેલી વસ્તુને આપણે બીજાને આપી મદદરૂપ થઈ શકે છે.

સંસ્થા કરે છે જરૂરિયાતમંદ લોકોની સેવા

તમારા શહેરમાંથી (સુરત)

આપણા શહેરમાં અને આપણા શહેરની આજુબાજુના ગામડામાં એવા ઘણા લોકો છે જેમની પાસે ગરમ કપડા શાક કે ઢબડે લેવાના પણ પૈસા હોતા નથી ત્યારે આવા લોકો ને આપણે આપણે મદદરૂપ થઈ શકે તે માટે ખુશી સ્પ્રેડ નામની સંસ્થા કાર્યરત છે 31 ડિસેમ્બર એટલે કે ન્યૂયરના દિવસે સંસ્થા ગરીબોને ગરમ કપડા આપી તેની ઉજવણી કરશે અને માટે સંસ્થાએ અત્યારથી લોકો પાસે ગરમ કપડાં લઈ ભેગા કરવાનું શરૂ કરી દીધું છે સંસ્થાના લોકો દરેક ઘરે જઈ તેમની પાસેથી જરૂર હોય તેવા કપડાં લઈ ભેગા કરી દિવસે આવા જરૂરિયાતમંદ લોકો એટલે કે શહેરની આજુબાજુના ગરીબ ગામડામાં કપડાનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.

આપણા ઘરમાં નકામા પડેલા કપડાંથી લોકોને મદદરૂપ થાઓ

જો તમે પણ તમારા ગરમ કપડા આપી લોકોને મદદરૂપ થવા માંગતા હોય તો 8460 158 662 નંબર પર સંપર્ક કરી સ્પ્રેડ ખુશી સંસ્થાને તમારા કપડાં આપી શકો છો. નંબર પર કોલ કાર્ય બાદ તમારા કપડાં સંસ્થાના લોકો તમારા ઘરે આવીને લઈ જશે. જેથી તમે ક્યાંય બહાર નીકળ્યા વગર ઘરે બેઠા બેઠા સારું કાર્ય કરી શકો છો. કાર્યથી આપણે લોકોને મદદરૂપ પણ થઈ શકે છે આપણા ઘરમાં પડેલ નકામા કપડાં પણ બીજા પહેરી શકશે.

First published:

Tags: Local 18, Winter, સુરત



Source link

Leave a Comment