- મુંબઇમાં પોતાનું વિશાળ અને વૈભવી ઘર હોવા છતાં આ યુગલ 2.7 ૬લાખ રૂપિયા ભાડા પેટે ચુકવશે
મુંબઇ : અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી કોઇને કોઇ કારણે ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે તેઓએ એક ઘર ભાડે લીધું હોવાને કારણે ચર્ચામાં છે.
અનુષ્કા અને વિરાટ પાસે પોતાનું વિશાળ અને વૈભવી ઘર હોવા છતાં મુંબઇના જુહુ એરિયામાં સી ફેસિંગ સનરાઇઝ બિલ્ડિંગમાં એક ફ્લેટ ભાડે લીધો છે. બિલ્ડિંગના ચોથા માળે આવેલો આ ફ્લેટ ૧૬૫૦ સ્કે.ફૂટ ધરાવે છે અને તેનું ભાડું ૨.૭૬ લાખ રૂપિયા છે. કહેવાય છે કે, અનુષ્કા અને વિરાટે આ ફ્લેટ માટે તગડી ડિપોઝિટ આપી છે. આ ફ્લેટ ભૂતપૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનો છે. આ ફ્લેટમાંથી સુંદર સમુદ્રેને નિહાળી શકાય છે. કહેવાય છે કે, તેમણે આ ફ્લેટ બિઝનેસ માટે લીધો છે. અનુષ્કા અને વિરાટે આ પહેલા ઓકટોબર મહિનામાં સ્વ. કિશોર કુમારનો બંગલો લીઝ પર લીધો છે. જેમાં તેમણે એક રેસ્ટોરન્ટ ખોલી છે. ઉલ્લેખનીય છે કે,અનુષ્કા અને વિરાટન ોએક ફ્લેટ મુંબઇના વરલી વિસ્તારમાં છે જેની કિંમત ૩૪ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત અંધેરીના વર્સોવા વિસ્તારમાં પણ એક ફ્લેટ છે.