અમિત શાહે શ્રદ્ધા મર્ડર કેસને લઈને કહી દીધી મોટી વાત, કડક સજા અપાવાની કહી વાત


નવી દિલ્હી: શ્રદ્ધા મર્ડર કેસને લઈને ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે, સરકાર કોર્ટના માધ્યમથી આ નક્કી કરશે કે, દોષિતને કડકમાં કડક સજા મળે. શ્રદ્ધા મર્ડર મામલામાં જે પણ વ્યક્તિ જવાબદાર છે, તેને ઓછામાં ઓછા સમયમાં કડકમાં કડક સજા મળશે. આ સમગ્ર કેસમાં તેમની સીધી નજર છે. ગૃહમંત્રીએ આ વાત ટાઈમ્સ નાઉ સમિટ 2022માં કહી હતી. અહીં ગૃહમંત્રીએ ગુજરાત ચૂંટણી, ધર્માંતરણ કાયદો અને જમ્મુ કાશ્મીર સહિત કેટલાય મુદ્દા પર સરકાર અને પાર્ટીનું વિઝન રજૂ કર્યું હતું.

જ્યાં અમારી સરકાર ત્યાં ધર્માંતરણ વિરુદ્ધ કાયદો- શાહ

ધર્માંતરણ કાયદા વિશે વાત કરતા અમિત શાહે કહ્યું કે, રાજ્યોમાં જ્યાં પણ અમારી સરકાર છે, ત્યાં ધર્માંતરણ વિરુદ્ધ કાયદો છે અને પાલન કડકાઈથી થઈ રહ્યું છે. કોઈ પણ ધર્મ પોતાનો પ્રચાર કરી શકે છે, પણ લાલચ આપીને પૈસા આપીને અથવા તો બળજબરીપૂર્વક ધર્મ બદલાવી શકતા નથી. અમે ધર્માંતરણ વિરુદ્ધ કાયદા બનાવ્યા છે અને તેને પ્રભાવી રીતે લાગૂ કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાજ્યોમાં ધર્માંતરણ કાયદામાં ધર્મનો પ્રચાર અને લાલચ આપીને તથા અન્ય રીતે લોકોને ધર્મ બદલવા આ બંનેમાં ફરક છે. રાષ્ટ્રીય સ્તર પર જ્યાં ધર્માંતરણ વિરુદ્ધ કાયદો લાવવાની વાત છે, તો આ મુદ્દો સંવેદનશીલ મામલો છે. આપણે જોવાનું રહેશે કે, રાષ્ટ્રીય સ્તર ધર્માંતરણ વિરુદ્ધ કોઈ કાયદો લાવવાની જરુર નથી.

Published by:Pravin Makwana

First published:



Source link

Leave a Comment