સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે
અમરેલી-જૂનાગઢથી સિંહોના અનેક વીડિયો સામે આવતાં હોય છે, ક્યારેક રસ્તા-શેરીઓમાં સિંહની લટાર તો ક્યારેક શિકારના વીડિયો જોવા મળતાં હોય છે, પરંતુ આ વખતે સામે આવેલા વીડિયોાં માની મમતા જોવા મળી રહી છે. અમરેલી-રાજુલાના રામપરા ગામના માર્ગ ઉપર સિંહબાળ સાથે સિંહણનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, રામપરા વિસ્તારમાં બાળસિંહ, સિંહણ પરિવાર માર્ગ ઉપર લટાર મારી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે. આમ, હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
અમેરલી: કહેવાય છે ને ‘મા તે મા બીજા બધા વગડાના વા’, આવી જ એક ઘટના અમરેલી-રાજુલાના રામપરા ગામના માર્ગ પર જોવા મળી. સિંહબાળ સાથે સિંહણનો વાયરલ વીડિયો સામે આવ્યો..#Gujarat #ViralVideo pic.twitter.com/yIqxIGUrR1
— News18Gujarati (@News18Guj) November 23, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News, Latest viral video, Lions