આજોઠા સીમ પ્રાથમિક શાળાના આચાર્ય લાખીબેન જોટવાએ જણાવ્યું હતું કે વાડી વિસ્તારની શાળા છે. અહી ધોરણ 1 થી 8માં 215 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધોરણ 6 થી 8ના બાળકોને અંગ્રેજી માટે ખાસ કરસીય રાઇટીંગની પ્રેક્ટીસ શિક્ષકો કરાવે છે. તમામ બાળકો અંગ્રેજી લખી શકે અને બોલી પણ શકે છે. તેમજ ધોરણ 8 ના બાળકોને એન.એમ.એમ.એસ તાલીમ શિક્ષક અલગ સમયમાં આપે છે. ગત વર્ષે આ પરીક્ષામાં 11 છાત્રોએ પરીક્ષા આપી હતી. તેમાંથી 10 બાળકો પાસ થયા હતા. અને ચાર વિદ્યાર્થીએ મેરીટમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત છાત્રોને નવોદય પરીક્ષાની તાલીમ પણ અપાઈ છે. 10 થી 12 છાત્રો પરીક્ષા આપે છે. છેલ્લા 3 થી 4 વર્ષથી એક બાળક સિલેક્ટ થાય છે. ઉપરાંત આજોઠા સીમ પ્રાથમિક શાળામાં લોકભાગીદારીથી બુટ - ચપ્પલના સ્ટેન્ડ અને ફર્નિચર જેવી સુવિધા અલગથી ઉભી કરી છે. ખાસ કરીને શાળાના સ્ટાફે પણ ફંડ અર્પણ કર્યું છે.
શાળામાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરાવતા શિક્ષક નીરજભાઇ દેવાણીએ જણાવ્યું હતું કે દરરોજ અડધી કલાક જેટલા સમય સુધી છાત્રોને નવોદય પરીક્ષાની પ્રેક્ટીસ કરાવાય છે. આ પરીક્ષામાં ગણિતનું સપ્ટર આવે છે. એની બાળકોને સતત તૈયારી કરાવીએ છે. આ વર્ષે આશરે 15 જેટલા બાળકો પરીક્ષા આપવાના છે. તેમાંથી શક્ય એટલા મેરીટમાં આવે આગળ અભ્યાસમાં વધે એમને એડમિશન મળે એવા પ્રયત્ન હોય છે. તેમજ રિષેશ દરમિયાન છાત્રોને સેસ રમાડવાની પ્રવૃત્તિ પણ થાય છે. શાળાના શિક્ષક મેહુલભાઇ રામે જણાવ્યું હતું કે એન.એમ.એમ. એસની પરીક્ષાની છાત્રોને વધારાના સમયમાં તાલીમ અપાઈ છે. દરરોજ એક કલાક સુધી પેપર પ્રેક્ટીસ અને મટીરીયલની તૈયારી કરાવાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gir-somnath, Local 18