: આખી દુનિયા સામે મોઢું ફાડીને ઊભું છે ડીઝલ સંકટ, શું ભારતમાં પણ નડશે


Diesel Crisis Likely: સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ગતિ પ્રદાન કરવા માટે ડીઝલથી વધુ કોઈપણ ઇંધણની જરૂર પડતી નથી. ડીઝલથી જ ટ્રક, બસ, વિમાનો અને ટ્રેનો ચાલતી હોય છે. આ ઉપરાંત ડીઝલનો ઉપયોગ કન્સ્ટ્રક્શન, મેન્યુફેકચરિંગ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં પણ કરવામાં આવે છે. ઠડાં દેશોમાં ઘરોને ગરમ રાખવા માટે પણ ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પ્રાકૃતિક ગેસનો ભાવ આસમાને છે, ત્યારે તેની જગ્યાએ ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ડીઝલના સપ્લાઈમાં તંગી ચાલતી હોવાને કારણે દુનિયાની એનર્જી માર્કેટમાં આવનારા મહિનાઓમાં ડીઝલનું સંકટ (Diesel Crisis) સર્જાવાની શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા

મોંઘુ થઈ શકે છે ડીઝલ

ડીઝલની કટોકટીના કારણે તેના ભાવમાં ધરખમ વધારો થવાની ધારણા છે. જેના કારણે ઘરોને ગરમ રાખવા માટે મોટી રકમ ખર્ચવી પડી શકે છે. માત્ર અમેરિકામાં જ ડીઝલના ભાવમાં વધારાને કારણે ત્યાંની અર્થવ્યવસ્થા પર 100 અબજ ડોલરનો નાણાંકીય બોજ વધવાનો અંદાજ છે. યુએસમાં ડીઝલ અને હીટિંગ ઓઈલનો સ્ટોક ચાર દાયકાના તળિયે છે. ઉત્તર પશ્ચિમ યુરોપમાં પણ સ્ટોકની અછત છે. રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો લાગુ થયા બાદ માર્ચ 2023માં સંકટ વધુ ઘેરી બની શકે છે. ડીઝલની કટોકટીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વૈશ્વિક નિકાસ બજારમાં ડીઝલની એવી કટોકટી છે કે પાકિસ્તાન જેવા ગરીબ દેશો સ્થાનિક જરૂરિયાતો માટે સપ્લાય કટોકટીનો સામનો કરી રહ્યું છે. ન્યુયોર્ક હાર્બરના સ્પોટ માર્કેટમાં આ વર્ષે ડીઝલના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે, જે બેન્ચમાર્ક છે. નવેમ્બરમાં કિંમત $4.90 પ્રતિ ગેલન પર પહોંચી ગઈ છે, જે એક વર્ષ પહેલાં કરતાં બમણી છે.

આ પણ વાંચોઃ Hot Stocks: નાનું-મોટું નહીં પણ 40 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે આ શેર્સ, એક્સપર્ટે કહ્યું ખરીદવા મચી પડો

કેમ છે ડીઝલની અછત?

સમગ્ર વિશ્વમાં રિફાઇનિંગ ક્ષમતામાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલના સપ્લાયને લઈને પણ સમસ્યાઓ છે. પરંતુ જ્યારે ક્રૂડને પેટ્રોલ અને ડીઝલમાં રિફાઇન કરવું પડે ત્યારે મુશ્કેલીઓ વધી જાય છે. કોરોનાની મહામારી દરમિયાન માંગમાં ઘટાડો થયા બાદ રિફાઈનિંગ કંપનીઓએ તેમના ઘણા ઓછા નફાકારક પ્લાન્ટ બંધ કર્યા હતા. 2020થી યુએસ રિફાઇનિંગ ક્ષમતામાં દરરોજ 10 લાખ બેરલનો ઘટાડો થયો છે. તો યુરોપમાં શિપિંગ વિક્ષેપ અને કામદારોની હડતાલને કારણે રિફાઇનિંગને અસર થઈ છે. રશિયા તરફથી સપ્લાય બંધ થયા બાદ મુશ્કેલીઓ વધુ વધવાની છે. યુરોપના દેશો ડીઝલ પર સૌથી વધુ નિર્ભર છે. ફેબ્રુઆરીમાં યુરોપિયન યુનિયનના દરિયાઈ માર્ગોથી રશિયાને પહોંચાડવામાં આવતા ડીઝલ પર પ્રતિબંધ અમલમાં આવશે. પરંતુ જો રશિયાથી આવતા સપ્લાયનો વિકલ્પ ન મળ્યો, તો યુરોપની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી શકે છે. ઠંડીના કારણે યુરોપની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

ગરીબ દેશો પર અસર

ભારત અને ચીનની રિફાઈનિંગ કંપનીઓને ડીઝલની કટોકટીથી ફાયદો થશે, જે મોંઘા દરે વેચી શકશે. જ્યારે ગરીબ દેશો માટે ડીઝલ ખરીદવું મુશ્કેલ બની શકે છે. ઉદાહરણ તરીકે, શ્રીલંકાને ઇંધણ ખરીદવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે થાઈલેન્ડે ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે, ત્યારે વિયેતનામ સપ્લાય વધારવા માટે ઈમરજન્સી પગલાં લઈ રહ્યું છે.

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Diesel petrol price



Source link

Leave a Comment