આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ
ઇન્ટરનેટ વગર ચાલશે UPI 123pay
ભારતીય રિઝર્વ બેંકે ભારતના લગભગ 40 કરોડ ફીચર ફોન વપરાશકર્તાઓને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં લાવવા માટે UPI 123Pay નું નવું ફીચર રજુ કર્યું છે. આ ફિચર્સના ઉપયોગથી એ લોકો પણ રૂપિયા ટ્રાન્સફર કરી શકશે કે જેઓ પાસે ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન નહિ હોય. આરબીઆઇ મુજબ આ સુવિધાના ઉપયોગ માટે આ ચાર રીતનો ઉપયોગ કરી શકાશે.
- ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ(IVR): તમારા ફોન માંથી IVR નંબર 080 4516 3666 / 6366 200 200 / 080 4516 3581 ડાયલ કરી સૂચનાઓનું પાલન કરો. યુપીઆઈ પિન દ્વારા પેમેન્ટ પૂર્ણ કરો.
- એપ બેસ્ડ પેમેન્ટ (App-Based Functionality)
- મિસ્ડ કોલ
- પ્રોક્સિમિટી સાઉન્ડ બેસ્ડ પેમેન્ટ
આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા
ઇન્ટરનેટ વગર USSD થી UPI પેમેન્ટ
UPI 123pay સિવાય ઇન્ટરનેટ વગર પેમેન્ટ કરવાનો હજુ એક ઓપ્શન છે. તેના માટે તમારે USSD સર્વિસનો ઉપયોગ કરવાનો રહેશે. તેના માટે તમારે ફોનમાંથી ‘*99#’ ડાયલ કરીને સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. પરંતુ દરેક મોબાઈલ સર્વિસ ઓપરેટર પર આ સુવિધા સપોર્ટ કરી રહી નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: G Pay, Online Banking, Online payment, Paytm, Phonepe, Upi યુપીઆઈ