ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં બે દિવસ બાદ એક બાળક જીવતો મળી આવ્યો


Indonesia earthquake Viral Video: ઈંડોનેશિયામાં આવેલા ખતરનાક ભૂકંપ બાદ સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. આ તમામની વચ્ચે ત્યાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં છ વર્ષનો એક બાળક કાટમાળમાંથી જીવતો બહાર આવ્યો છે. તે ભૂકંપ બાદ બે દિવસ સુધઈ પોતાની દાદીની ડેડબોડી પાસે દબાયેલો હતો. આપને જણાવી દઈએ કે, ઈંડોનેશનયામાં સોમવારે 5.6ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 271 લોકોના મોત થયા હતા.

અલઝઝીરના જણાવ્યા અનુસાર, અઝ્કા મૌલાના મલિક નામનું આ બાળક બે દિવસ સુધી કાટમાળમાં દટાયેલુ રહ્યું અને પોતાની મૃત દાદીની લાશ પાસેથી જીવતો મળી આવ્યો. સ્થાનિક ફાયર વિભાગ દ્વારા ઓનલાઈન શેર કરવામાં આવેલા એક વીડિયોમાં બચાવ દળ દ્વારા સુરક્ષા માટે બહાર કાઢ્યા બાદ તે ખૂબ જ રાહત અનુભવી રહ્યો હતો.

Published by:Pravin Makwana

First published:

Tags: Earthquakes, Indonesia





Source link

Leave a Comment