ઉમેશ યાદવ નહીં પરંતુ આ ખેલાડી હતો ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા લાયક, પસંગીદારોએ તોડ્યુ દિલ


India vs Australia T20 Series: મોહમ્મદ શમી કોરોના પોઝિટિવ હોવાને કારણે ટીમ ઇન્ડિયાની બહાર થઈ ગયો છે. પસંદગીકારોએ તેની જગ્યાએ 34 વર્ષીય ઉમેશ યાદવને ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યો છે. જ્યારે એક સ્ટાર ખેલાડી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે મોટો દાવેદાર હતો. આ ખેલાડી થોડા જ બોલમાં મેચને પોતાની તરફેણમાં લાવવાનો હુનર ધરાવે છે. આ ખેલાડીએ IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવો જાણીએ આ ખેલાડી વિશે.

ઉમેશ યાદવને મળી તક

મોહમ્મદ શમીના સ્થાને ઉમેશ યાદવને તક મળી છે, જ્યારે પસંદગીકારોએ સ્ટાર ફાસ્ટ બોલર ટી. નટરાજનની અવગણના કરી છે. નટરાજન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી બનાવી છે અને તે ઇનિંગ્સની શરૂઆતમાં ખૂબ જ ખતરનાક બોલિંગ કરે છે. તે વિકેટ લેવાની સાથે-સાથે ખુબ જ ઓછા રન આપીને પોતાની રન આપવાની ઈકોનોમીને પણ સમતોલ રાખે છે. તેમ છતાં પસંદગીકારો આવા ખતરનાક ખેલાડીને તક આપવા માટે સહમત થઈ રહ્યાં નથી.

IPL 2022માં કર્યો હતો શાનદાર દેખાવ

ટી. નટરાજન (ટી. નટરાજન) એ IPL 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે અદ્ભુત રમત બતાવી. તે હૈદરાબાદ માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો હતો. તેણે IPL 2022ની 11 મેચમાં 18 વિકેટ લીધી હતી. સૌથી મોટા બેટ્સમેન તેની બોલિંગને સંભાળીને રમવાનું રાખે છે. જો ટી નટરાજનને ટીમ ઈન્ડિયામાં તક મળી હોત તો તે જસપ્રીત બુમરાહનો નવો બોલિંગ પાર્ટનર બની શક્યો હોત.

આ પણ વાંચો- T20 World Cup: ટીમ ઇન્ડિયાનો જોવા મળશે અલગ અવતાર, નવી જર્સી લોન્ચ

ઓસ્ટ્રેલિયામાં કર્યો હતો કમાલ

ટી. નટરાજને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં શાનદાર રમત બતાવી હતી. તેણે પોતાની શાનદાર બોલિંગ પ્રદર્શનના કારણે બધાના બધાના દિલ જીતી લીધા હતા. નટરાજન પાસે એવી કળા છે કે તે કોઈપણ બેટ્સમેનની વિકેટ લઈ શકે છે. નટરાજન બોલને ખૂબ સારી રીતે સ્વિંગ કરે છે. પસંદગીકારોએ ટી-20 વર્લ્ડ કપ માટે ટી નટરાજનને ભારતીય ટીમમાં સ્થાન આપ્યું નથી.

ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યો

ટી નટરાજને ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યો છે. નટરાજને ભારત માટે 1 ટેસ્ટ મેચ, 4 T20 મેચ અને 2 ODI રમી છે. ટી. નટરાજને ટેસ્ટમાં 3 વિકેટ, ટી20માં 7 વિકેટ અને વનડેમાં 3 વિકેટ લીધી છે. તે છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. જ્યારે તેણે ઘરેલુ ક્રિકેટમાં ઘણી સારી રમત દેખાડી હતી.

Published by:mujahid tunvar

First published:

Tags: Mohammed Shami, Umesh yadav



Source link

Leave a Comment