એક દાયકામાં માણસ ચંદ્ર પર રહેતો થઇ જશે: નાસાનો દાવો



- નાસાનું ઓરિયન કેપ્સુલ ચંદ્ર પર પહોંચ્યું: અમેરિકા 2025માં અવકાશયાત્રીઓને મોકલશે

- નાસા ચંદ્ર પર આધુનિક સુવિધાઓથી સજ્જ વસાહતો બનાવશે રોવરમાં બેસીને ચંદ્રનાં કુદરતી દ્રશ્યો નિહાળી શકાશે

નાસા ચંદ્ર પર આધુનિક સુવિધાઓથી સજ્જ વસાહતો બનાવશે રોવરમાં બેસીને ચંદ્રનાં કુદરતી દ્રશ્યો નિહાળી શકાશેવોશિંગ્ટન-મુંબઈ : ફૂડ પૃથ્વીનાં માનવી હવે આ દસકામાં ચોક્કસપણે ચંદ્રની ધરતી પર રહેવા જઇ શકશે. અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)એ આવી મજબૂત શક્યતા વ્યક્ત કરી છે. પૃથ્વીનાં માનવી હવે આ દસકામાં ચોક્કસપણે ચંદ્રની ધરતી પર રહેવા જઇ શકશે.

નાસાનું ઓરિયન કેપ્સ્યુલ સોમવારે ચંદ્ર પર પહોંચશે. નાસાએ પહેલી વખત ૫૦ વર્ષ પહેલા એપોલો પ્રોગ્રામ હાથ હાથ શરુ કર્યો તેના પછી પહેલી વખત આ પ્રોગ્રામ શરૂ કર્યો છે. ૪.૧ અબજ ડોલરના આ પ્રોગ્રામને સફળતા મળી તો જબરજસ્ત સિદ્ધિ કહેવાશે. નાસાની આ કેપ્સ્યુલ ચંદ્રની સપાટીથી ૮૧ માઇલ એટલે કે ૧૩૦ કિ.મી. જ ઉપર હશે. તે સમયે ત્રીસ મિનિટ માટે બ્લેકઆઉટ સર્જાશે. કેપ્સ્યુલનો કેમેરા સમગ્ર વિશ્વની ઓબ્ઝર્વેટરીઓને તેના ચિત્રો મોકલશે. કેપ્સ્યુલના નાસાના શક્તિશાળી રોકેટ દ્વારા અવકાશમાં તરતી મૂકવામાં આવશે. આમ કેપ્સ્યુલ પૃથ્વીથી ચાર લાખ કિ.મી. દૂર ચંદ્ર પર જશે. તે ચંદ્રની ભ્રમણકક્ષામાં સપ્તાહ જેટલો સમય ગાળશે. તેના પછી તે પૃથ્વી પર પરત આવશે. ૧૧ ડિસેમ્બરે તે પેસિફિકમાં ખાબકશે તેમ મનાય છે.

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)એ આવી મજબૂત શક્યતા વ્યક્ત કરી છે. નાસાના ઓરાયન લ્યુનાર સ્પેસક્રાફ્ટ પ્રોગ્રામનું સંચાલન કરતા વિજ્ઞાાની હાવર્ડ હ્યુએ બ્રિટીશ બ્રોડકોસ્ટિંગ કંપની(બીબીસી)ને આપેલા ઇન્ટર્વ્યુમાં ભરપૂર આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે હા, પૃથ્વીનાં માનવી આ જ દસકામાં ચંદ્રની ધરતી પર રહેવા જઇ શકશે. અને તે પણ લાંબા સમયગાળા માટે. ચંદ્રમા પર , ખાસ કરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એક વિશાળ, સંપૂર્ણ સલામત અને જરૂરી બધી સુવિધાઓ સાથેની કાયમી માનવ કોલોની હશે. સાથોસાથ ચંદ્રની ધરતી પર ફરવા જવા તથા અફાટ કુદરતી સૌંદર્ય નિહાળવા માટેનાં અત્યાધુનિક રોવર્સ(નાના કદની ગાડી જેમાં બેસીને ફરવા જઇ શકાય, જેને ઠેલણગાડી પણ કહેવાય છે) પણ હશે.

હાવર્ડ હ્યુએ વધુ વિગતો આપતાં એમ પણ કહ્યું હતું કે પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્રની ધરતી પર કાયમી માનવ વસાહત બનાવવા અમે જરૂરી તમામ સંશોધનાત્મક કામગીરી શરૂ કરી દીધી છે. હાલ નાસાએ આ જ કાર્યક્રમને પ્રાથમિકતા આપી છે. વળી, નાસા ભરપૂર આશા સાથે એમ પણ ઇચ્છે છે કે આપણે પૃથ્વીનાં માનવીઓ ચંદ્ર પર જઇને લાંબા સમય સુધી રહીએ અને ત્યાં વૈજ્ઞાાનિક સંશોધન અને અભ્યાસ કરીએ. ઉપરાંત, આપણાં બાળકો, આપણાં બાળકોનાં ભાવિ બાળકો પણ ચંદ્રની ધરતી પર રહેવાનો યાદગાર અને અદભૂત અનુભવ માણે તેવી ઇચ્છા છે.

૨૦૨૨ની ૧૬, નવેમ્બરે ૫૦ વરસ બાદ ચંદ્ર યાત્રાએ ગયેલા અર્ટેમિસ-૧ કાર્યક્રમનો મૂળ હેતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કાયમી માનવ વસાહત બનાવવા જરૂરી સંશોધન કરવાનો છે. એક વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કાયમી વસાહત બની જાય તે પછી અમારો ભાવિ કાર્યક્રમ ચંદ્ર પરથી મંગળ પર (મૂન ટુ માર્સ) જવાનો છે.

50 વર્ષ બાદ નાસાનું ચંદ્ર મિશન

* ૨૦૨૨ની ૧૬, નવેમ્બરે પૃથ્વી પરથી રવના થયેલું ઓરિયન અવકાશયાન આજે સોમવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયુ છેે. ઓરિયન અવકાશયાન માનવહીન છે અને તે ચંદ્રની ધરતી પર ઉતરવાનું નથી.

* ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયા બાદ ઓરિયન ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના ધક્કાથી લગભગ ૬૪,૦૦૦ કિલોમીટર દૂર જઇને ચંદ્ર વિશે વિશિષ્ટ સંશોધન અને અભ્યાસ કરશે. ઘણી બધી ઇમેજીસ લઇને નાસાને મોકલશે.

* ઓરિયનનો કાર્યક્રમ ૨૫, દિવસ,૧૧ કલાક, ૩૬ મિનિટનો છે.

* ઓરિયન અવકાશયાન ૨૦૨૨ની ૧૧,ડિસેમ્બરે સાન ડિયેગોના સમુદ્ર કિનારાથી દૂર પેસિફિક મહાસાગરમાં ઉતરશે.

* નાસાનું ઓરિયન માનવહીન અવકાશયાન બરાબર ૫૦ વર્ષ બાદ ફરીથી ચંદ્ર યાત્રાએ ગયું છે. ઓરિયનનો મૂળ હેતુ ચંદ્ર પર કાયમી માનવ વસાહત બનાવીને ત્યાંથી મંગળ પર જવાનો છે



Source link

Leave a Comment