Table of Contents
ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફે હાથ પણ ન લગાવ્યો
તો વળી નવ મહિનાનો ગર્ભ પુરો થયો બાદ મહિલાને પ્રસવ પીડા થતાં પરિવારના લોકો તેને લઈને મેડિકલ કોલેજથી શૈય્યા હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. અહીં હોસ્પિટલ સ્ટાફે મહિલાની ફાઈલમાં એચઆઈવી પોઝિટિલ રિપોર્ટ જોયો તો, સ્ટાફે પોતાના હાથ ઉપર કરી દીધા હતા. આ દરમિયાન પ્રસૂતા કલાકો સુધી પીડા સહન કરતા રહી. પરિવારના લોકોએ આરોપ લગાવતા કહ્યું કે, જ્યારે પ્રસવ કરાવવા માટે હાથ જોડી વિનંતી કરતી રહી છતાં પણ કોઈ તેને ટચ કરવા તૈયાર નહોતું અને પરિવારના લોકો સાથે પણ અભદ્રતા કરી. ત્યાર બાદ એચઆઈવી પોઝિટિવ દર્દીઓની દેખરેખ રાખતી એનજીઓ આહાના પ્રોજેક્ટની સરિતા યાદવે સ્વાસ્થ્ય અધિકારીઓને આ મામલે જાણકારી આપી.આ પણ વાંચો: સુરત: નવી સિવિલ હોસ્પિટલમાંથી એક અજાણી મહિલા નવજાત બાળકને ચોરી ગઇ
નવજાતનું મોત થઈ જતાં પરિવારના લોકોએ હોબાળો મચાવ્યો
પ્રસવમાં કલાકોનું મોડુ થતાં નવજાતની હાલત ખરાબ થઈ ગઈ હતી. જે બાદ તેને તુરંત એસએલનસીયૂમાં ભરતી કરાવી. સોમવારે નવજાતનું મોત થઈ જતાં પરિવારના લોકોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો અને લાશ લેવાની ના પાડી દીધી. મહિલાના પરિવારે બેદરકારી દાખવનારા ડોક્ટર અને સ્ટાફ પર કાર્યવાહી નહીં કરવાની માગને લઈને અડગ રહ્યા હતા. ભારે મહેનત અને સમજાવ્યા હાદ આખરે નવજાતની લાશને પરિવાર ઘરે લઈ ગયો. પરિવારે કહ્યું કે, જેમ તેમ કરીને આખરે પીડિતાની ડિલીવરી કરાવી અને ટાંકા પણ ન લીધા.
આ મામલે તપાસ થઈ રહી છે
હોસ્પિટલમાં યોગ્ય સારવાર નહીં મળવાના કારણે પ્રસૂતાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મેડિકલ કોલેજના સ્ત્રી અને પ્રસૂતા વિભાગના અધ્યક્ષ ડો. પ્રેરણા ઉપાધ્યાયે કહ્યું કે, એચઆઈવી પોઝિટિવ મહિલાને પ્રથમ બાળક હતું. પ્રસવ દરમિયાન કેમ મોડુ થયું તેને લઈને તપાસ થઈ રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, જરુરી નથી કે, નોર્મલ ડિલીવરીમાં દરેક મહિલાને ટાંકા લાગે. આ ફક્ત જરુરિયાત પર નિર્ભર કરે છે. હાલમાં આ મામલે તપાસ થઈ રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Uttar pradesh crime News