કતારમાં ફૂટબોલ વર્લ્ડકપની પહેલી મેચ અગાઉ અફરાતફરી, ક્ષમતાથી વધારે લોકોને એન્ટ્રી


FIFA Worldcup 2022: ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની પ્રથમ મેચ ગઇકાલે રમાય હતી. પણ તે પહેલા દોહાના અલ બિદ્દા પાર્ક ખાતે ફેન ફેસ્ટિવલની અંદર અને બહાર અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. યજમાન કતાર અને એક્વાડોર વચ્ચે વર્લ્ડ કપની પહેલી મેચની શરૂઆતના એક કલાક પહેલા આયોજકોએ એક સાથે ઘણા બધા ચાહકોને અંદર જવા દીધા હતા. સ્થળની ક્ષમતા 40,000 હતી પરંતુ તેનાથી લગભગ બમણી સંખ્યામાં લોકોએ પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો અને લાંબા સમય સુધી ઘણાને મેઈન ફેસ્ટિવલ પાર્ક અને બહારના પ્રવેશદ્વાર વચ્ચેના હોલ્ડિંગ એરિયામાં રોકી રાખવામાં આવ્યા હતા. પરિણામે માહોલ બગડ્યો હતો.

સ્થળની ક્ષમતા 40,000 હતી

બાળકોને લઈને આવેલા ચાહકોને ખૂબ જ સમસ્યા થઈ હતી. તેઓએ આ અફરાતફરીને ખુબ ખતરનાક ગણાવી હતી. તેમણે રોઇટર્સને કહ્યું હતું કે, તેઓએ ઘણા બધા લોકોને અંદર આવવા દીધા. અમે ફેસ્ટિવલ સુધી પહોંચી જ ના શક્યા અને મને આનંદ છે કે, હું બહાર નીકળી આવ્યો.

ચાહકોને હટાવવામાં લગભગ 45 મિનિટનો સમય લાગ્યો

બીજી તરફ પોલીસને વિસ્તારમાંથી વધારાના ચાહકોને હટાવવામાં લગભગ 45 મિનિટનો સમય લાગ્યો હતો. આ બાબતે ડિલિવરી અને લેગસી માટેની સુપ્રીમ કમિટીએ અત્યારે કોઈ પણ કોમેન્ટ કરી નથી.

આવા માહોલ વચ્ચે હતાશ સ્થાનિક ચાહકો, સ્વયંસેવકો અને મીડિયા પોલીસથી નારાજ હતા, પરંતુ અન્ય દેશોના ચાહકો વધુ સમજદાર જણાયા હતા. એજબાજુ હોલ્ડિંગ એરિયામાં અંધાધૂંધી હતી, ત્યારે પાર્કની અંદરનું દ્રશ્ય આહલાદક લાગતું હતું. બ્રાઝિલના ચાહકો, એન્ડ્રીયા નાસિમેન્ટો અને રાફેલ ડી જીસસ માહોલની પ્રશંસા કરી હતી.

માહોલ અંગે રાફેલ ડી જીસસે કહ્યું કે, મને લાગે છે કે કતાર ખુબ સારો હોસ્ટ છે. હવે રમતો શરૂ થઈ રહી છે, ત્યારે માહોલ ઊભો થઈ રહ્યો છે. 2014 અને 2018 પછી આ મારો ત્રીજો વર્લ્ડ કપ છે અને અત્યાર સુધી આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે. તેમણે આયોજનને વિશ્વના ઘણા દેશોની એક જગ્યાએ થઈ રહેલ પાર્ટી’ તરીકે વર્ણવ્યું હતું.

મલ્ટીપલ ફ્લેગ્સ

બીજી ઘટનામાં વિશ્વભરના પ્રખ્યાત સોક વકીફ માર્કેટમાં ચાહકો વિશ્વના ઘણા ધ્વજ સાથે શોમાં ભેગા થયા હતા તેમજ દક્ષિણ અમેરિકાના ચાહકોની પણ નોંધનીય હાજરી હતી. જેમ જેમ ઓપનિંગ સેરેમનીનો સમય નજીક આવતો ગયો, સોકની સાંકડી શેરીઓ ખાલી થવા લાગી વિવિધ દુકાનોની બહાર વેચાઈ રહેલા મસાલા અને સૂકા મેવાની સુગંધ હવામાં ફેલાઈ ગઈ હતી.

ટીવી સ્ટુડિયોની નીચે એકઠા થયેલા ચાહકો, વિન્ડો દ્વારા મોટી સ્ક્રીન પર એક્શનનો નજારો મેળવવાનો પ્રયાસ કરતા હતા. ચાહકોનું એક જૂથ મજલિસની અંદર એક એર-કન્ડિશન્ડ રૂમમાં બેઠું હતું તેમની આંખો ટેલિવિઝન સ્ક્રીન પર જામી ગઈ હતી.

તમારા શહેરમાંથી (પંચમહાલ)

First published:



Source link

Leave a Comment