કતારમાં ફૂટબોલ વર્લ્ડકપની પહેલી જ મેચમાં બીયર માટે હોબાળો, ફેન્સની બૂમોનો વિડીયો વાયરલ


FIFA world cup 2022: કતારમાં ફિફા વર્લ્ડકપનો રંગેચંગે પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે કતાર અને ઇક્વાડોર વચ્ચેના મેચમાં ચાહકોએ બિયર માટે દેકારો કર્યો હોવાનું સામે આવ્યું છે. મેચ દરમિયાન ઇક્વાડોરના ચાહકોને “ક્વેરેમોસ સેર્વેઝા”ની બૂમો પાડી હતી. જેનો અર્થ થાય છે “અમને બિયર જોઈએ છે”.

વિડિયો વાયરલ થયો

ફિફા ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે કતારના નિર્ણયના જવાબમાં આ નારા લગાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઇક્વાડોરના ચાહકો “ક્વેરેમોસ સેર્વેઝા, ક્વેરેમોસ સર્વવેઝા!ના સ્ટેન્ડ્સમાં સૂત્રોચાર કરી રહ્યા હોવાનું જોવા મળે છે. ઇક્વાડોરે ગઈકાલે અલ બેયત સ્ટેડિયમમાં કતારને 2-0થી હરાવ્યું હતું. આ દરમિયાન આવા દૃશ્યો જોવા મળ્યા હતા.

કતારમાં વર્લ્ડ કપની શરૂઆતની મેચ દરમિયાન ઇક્વાડોરના ચાહકોએ બિયર જોઈતી હોવાના નારા લગાવતા વૈશ્વિક કક્ષાએ દલીલો થઇ રહી છે. કતારે યુ ટર્ન લઇને સ્ટેડિયમોના નિયમિત બેઠક વિભાગોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ નિર્ણય ઘણા ચાહકોને માફક ન આવ્યો હોવાનું ફલિત થાય રહ્યું છે. આ બાબતે Reddit પર ઘણી પોસ્ટ પણ જોવા મળે છે.

ટુર્નામેન્ટના પ્રારંભના બે દિવસ અગાઉ જ શુક્રવારે કતારના રાજવી પરિવારે સ્ટેડિયમોની અંદર દારૂ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ફૂટબોલની વર્લ્ડ ગવર્નિંગ બોડી ફિફાએ જાહેરાત કરી હતી કે, યજમાન સાથેની ચર્ચા બાદ વર્લ્ડ કપના આઠમાંથી એક પણ સ્ટેડિયમની આસપાસના ચાહકોને બીયરનું વેચાણ કરવામાં આવશે નહીં.

ચાહકો ક્યાંથી દારૂ - બિયર ખરીદી શકે?

અહેવાલો અનુસાર, ચાહકો ફેન ઝોનમાં આલ્કોહોલ ખરીદી શકે છે અને ચાહક દીઠ માત્ર ચાર ડ્રીંક જ મળે છે. સ્ટેડિયમમાં હોસ્પિટાલિટી બોક્સમાં પણ આલ્કોહોલ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: FIFA વર્લ્ડ કપના પ્રારંભે જ મોરબી જેવી ઘટના, ક્ષમતા કરતાં ડબલ લોકો આવી જતાં મચી અફરાતફરી

અગાઉ ફિફાએ જણાવ્યું હતું કે, બિયરનું વેચાણ ફેન ઝોન અને લાઇસન્સ પ્રાપ્ત સ્થળો પર કેન્દ્રિત રહેશે. કતારના ફિફા વર્લ્ડ કપ 2022 સ્ટેડિયમમાં બિયરના વેચાણ પોઈન્ટ દૂર કરશે. જોકે, આ આશ્ચર્યજનક નિર્ણય માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, કતારના શાસક પરિવાર દ્વારા દખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે.


આ જાહેરાત બાદ ફિફા (FIFA) ના પ્રમુખ ગિઆન્ની ઇન્ફેન્ટિનોએ શનિવારે જણાવ્યું હતું કે સ્ટેડિયમોની આસપાસ વેચાણ પર પ્રતિબંધ છે પણ વર્લ્ડ કપના ચાહકો દિવસમાં ત્રણ કલાક બિયર વિના રહી શકે છે. તેમણે દોહામાં પોતાની પત્રકાર પરિષદમાં કહ્યું, મને વ્યક્તિગત રીતે લાગે છે કે, તમે દિવસમાં ત્રણ કલાક બિયર પીધા વગર પણ રહી શકો છો.

Published by:Mayur Solanki

First published:

Tags: Fifa-world-cup, Football-match, Sports news



Source link

Leave a Comment