ફેમિલી સાથે સુરત છોડી ભાવનગરના મહુવાના છેવાડે રહી નજીકના કોંજળી ગામમાં ભાડા પેટે જમીન રાખી ખેતી કરતા હતા
અવરજવર માટે જૂની બાઈક રાખી હતી અને સમાજ તેમજ અન્ય કુટુંબીઓ સાથે સંપર્ક પણ કાપી નાંખ્યો હતો
- ફેમિલી સાથે સુરત છોડી ભાવનગરના મહુવાના છેવાડે રહી નજીકના કોંજળી ગામમાં ભાડા પેટે જમીન રાખી ખેતી કરતા હતા
- અવરજવર માટે જૂની બાઈક રાખી હતી અને સમાજ તેમજ અન્ય કુટુંબીઓ સાથે સંપર્ક પણ કાપી નાંખ્યો હતો
સુરત, : સુરતના વરાછા જૂની બોમ્બે માર્કેટમાં દુકાન રાખી સાડી અને ડ્રેસ મટીરીયલનો વેપાર કરતા પિતા-પુત્ર કરોડોની છેતરપિંડી આચરી વતન ભાવનગર મહુવા ભાગી જઈ ખેડૂત બની ગયા હતા.ફેમિલી સાથે સુરત છોડી મહુવાના છેવાડે રહી નજીકના કોંજળી ગામમાં ભાડા પેટે જમીન રાખી ખેતી કરતા તેમજ અવરજવર માટે જૂની બાઈક રાખી સમાજ તેમજ અન્ય કુટુંબીઓ સાથે સંપર્ક કાપી નાંખનાર પિતા-પુત્રને ક્રાઈમ બ્રાન્ચે મહુવાથી ઝડપી લીધા હતા.
વરાછા જૂની બોમ્બે માર્કેટમાં દુર્ગા એન.એક્ષ નામે દુકાન રાખી સાડી અને ડ્રેસ મટીરીયલનો વેપાર કરતા ભરતભાઈ બાબુભાઈ કાતરીયા ( ઉ.વ.45 ) અને તેમનો પુત્ર અક્ષીત ઉર્ફે કાનો ( ઉ.વ.23 ) ( બંને રહે.સી/3, લક્ષ્મીનગર સોસાયટી, પીરદરગાહની સામે, સીતાનગર ચોકડી, પુણા, સુરત ) વર્ષ 2019 થી 2020 દરમિયાન કાપોદ્રા શ્રીકૃપા ઈન્ડસ્ટ્રીઝમાં વેપાર કરતા ચિરાગભાઈ પાંચાણી પાસેથી રૂ.47,77,710 નું ચણીયાચોળીનું કાપડ લઈ તેમજ કતારગામ નવી જીઆઈડીસી ખાતે એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવતા રાજેશભાઈ ડોબરીયા પાસેથી રૂ.75,06,828 નું કાપડ ખરીદી તેમજ તે સિવાય ઘણા વેપારીઓ પાસેથી કાપડ ખરીદી કરોડો રૂપિયાનું પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.આ અંગે તેમના વિરુદ્ધ વરાછા, કતારગામ અને સલાબતપુરા પોલીસ મથકમાં ગુના નોંધાયા હતા.
દરમિયાન, છેલ્લા બે વર્ષથી ફરાર પિતા-પુત્ર મહુવા નજીકના કોંજળી ગામમાં ભાડા પેટે જમીન રાખી ખેતી કરતા હોવાની બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્ક્વોડના પીએસઆઈ અને ટીમે બંનેને કોંજળી ગામ ખાતેથી ઝડપી લીધા હતા.તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેતરપિંડી કર્યા બાદ તેઓ ફેમિલી સાથે સીધા વતન મહુવા આવી ગયા હતા અને પોલીસથી બચવા મહુવાના છેવાડે સ્વામીનારાયણધામ બિલ્ડીંગ નં.9 મકાન નં.503 માં રહેતા હતા.તેમણે જમીન ભાડાપેટે રાખી પહેરવેશ પણ એકદમ સામાન્ય ખેડૂત જેવો ધારણ કરી દીધો હતો.જેથી કોઈને તેમના ઉપર શંકા નહીં જાય.એટલું જ નહીં ખેતરે અવરજવર માટે જૂની બાઈક રાખી હતી અને સમાજ તેમજ અન્ય કુટુંબીઓ સાથે સંપર્ક પણ કાપી નાંખ્યો હતો.