કોંગ્રેસને ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો, આ મોટા નેતાઓએ રાજીનામું ધરી દીધું


અમદાવાદ, 23 નવેમ્બર 2022, બુધવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે પક્ષપલટો પણ વધી રહ્યો છે. રાજકીયક્ષેત્રે મોટી હલચલ જોવા મળી રહી છે તમામ પક્ષે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કેટલાક ઉમેદવારોની ટિકિટ કપાતા નારજગી અને પક્ષ સામે વિરોધ પણ કર્યા હતો. ગાંધીનગરના દહેગામ વિધાનસભા કોંગ્રેસના ઘારાસભ્ય કામિની બાની ટીકિટ કપાતા કોંગ્રેસથી નારાજ થઈ પક્ષમાંથી રાજીનામુ આપી ભાજપમા જોડાઈ ગયા. ત્યારબાદ યુથ કોંગ્રેસના 25 હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે.

યુથ કોંગ્રેસ, NSUI, કોંગ્રેસમાં મોટું ભંગાણ

ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશ પટેલનું રાજીનામું ધરી દેતા જયેશ પટેલ, રવિ પટેલ, ધવલ પટેલ, નિકુંજ ગજેરા સહિતના 25થી વધુ યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ હરપાલસિંહ ચુડાસમા અને જગદીશ ઠાકોરને રાજીનામા આપી દીધા છે. 30થી વધુ હોદ્દેદારો, કાર્યકરોના સામૂહિક રાજીનામાથી કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યુ છે.

યુથ કોંગ્રેસ મહામંત્રી બ્રિજેશ પટેલનું પણ રાજીનામું, PAASથી હાર્દિક સાથે જોડાયેલા હતા બ્રિજેશ પટેલ

તો આ બાજુ પાટીદાર આંદોલન સમયના હાર્દિક પટેલના ખાસ સાથીદાર અને યુથ કોંગ્રેસ મહામંત્રી બ્રિજેશ પટેલે રાજીનામું આપી દીધુ છે. બ્રિજેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા અને નારાજગી પગલે બ્રિજેશ પટેલે યુથ કોંગ્રેસ મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે.

આણંદના પેટલાદમાં બે આગેવાનોએ કોંગ્રેસ છોડ્યું છે

દંતાલી ગામના પુર્વ સરપંચ અને ઉપસરપંચનું કોંગ્રેસ રાજીનામું આપી દીધુ છે. સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ ખાતે બન્ને આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. બ્રિજેશ પટેલના રાજીનામા ઉપરાંત જયેશ પટેલ, રવિ પટેલ, ધવલ પટેલ, નિકુંજ ગજેરા સહિતના 25થી વધુ યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામા બાદ આણંદના પેટલાદમાં બે આગેવાનોએ કોંગ્રેસ છોડ્યું છે.

કોંગ્રેસમાં અંદર સાચા અને સારા માણસોની કદર થતી નથી : કામિનીબા

ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ કામિનીબા રાઠોડે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત થઈને હું આજે ભાજપમાં જોડાઈ છું. કોંગ્રેસની અંદર સાચા અને સારા માણસોની કદર થતી નથી. પક્ષમાં એક મહિલા તરીકે મેં સવિશેષ કામગીરી કરી છે, છતાં કોંગ્રેસે તેની કદર કરી નથી. ઉપર જતાં મારી પર આક્ષેપબાજી અને આરોપો લગાવવામાં આવ્યા. મહિલાની મદદે આવવાને બદલે કોર્ટની નોટિસ ફટકારવાની ધમકીઓ આપવામાં આવી અને મહિલાનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે. તેથી આવી પાર્ટીમાં રહેવું મને યોગ્ય લાગતું નથી.

સૌરાષ્ટ્ર કોંગ્રેસના હોદ્દેદારોના સામૂહિક રાજીનામા

NSUI નેતા જયેશ પટેલનું રાજીનામું, NSUI પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ સૂરજ ડેરે પણ રાજીનામુ આપી દીધુ છે. ત્યારબાદ જીલ્લા NSUI પ્રમુખ સહિત હોદ્દેદારોએ રાજીનામાને પગલે સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસમાં મોટો ભુકંપ સર્જાયો. 100થી વધુ કોગ્રેસ આગેવાનો,યુવા નેતાઓના રાજીનામાંથી ગરમાવો.



Source link

Leave a Comment