કરોડોમાં છે ફાર્મહાઉસની કિંમત : તેમનું પનવેલમાં ફાર્મહાઉસ પણ છે. જે અર્પિતા ફાર્મ્સ પણ કહેવાય છે, તે મેક્સિમમ સિટીથી માત્ર એક કલાકના અંતરે આવેલું છે. લોકડાઉન દરમિયાન, સલમાન પનવેલમાં તેના પરિવાર અને નજીકના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળ્યો હતો. જ્યાં ભવ્ય પૂલ, જિમ અને ચારે બાજુ હરિયાળી છે. રિપોર્ટ મુજબ, તેમના ફાર્મહાઉસની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે.