કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અવસાન | Comedian Raju Srivastav passes away



- 10 ઓગષ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

મુંબઈ, તા. 21 સપ્ટેમ્બર 2022, બુધવાર

‘સબકો હસાને વાલા રુલા ગયા’ પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અવસાન થઈ ગયું છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવારે આ વાતની જાણકારી આપી છે. 10 ઓગષ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 42 દિવસથી ‘કોમા’માં હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવાર અને સહકાર્યકરો તરફથી સતત અપડેટ્સ મળી રહી હતી.

સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારાના સમાચાર પણ આવ્યા હતા પરંતુ હવે તેમના મૃત્યુના દુઃખદ સમાચારે બધાને મોટો આંચકો આપ્યો છે.

વધુ વાંચો: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક

કોમેડી શોથી રાજુને મળી ઓળખ

રાજુ શ્રીવાસ્તવ શોબિઝ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તેમણે અનેક ફિલ્મો અને શોમાં કામ કર્યું હતું. રિયાલિટી શોમાં પણ રાજુએ પાર્ટીસિપેટ કર્યું હતું. પરંતુ રાજુને ઓળખ કોમેડી શો The Great Indian Laughter Challengeથી મળી હતી. આ શોમાં મળેલી સફળતા બાદ રાજુએ ક્યારેય પાછળ ફરીને નહોતું જોયું. રાજુ શ્રીવાસ્તવ એક્ટર, કોમેડિયન અને સાથે-સાથે નેતા પણ હતા. તેઓ બીજેપી સાથે જોડાયેલા હતા. કોઈ પણ ગોડફાધર વિના રાજુને આટલી સફળતા મેળવતા જોવું પ્રેરણાદાયક છે.

લોકોને ખૂબ હસાવ્યા

રાજુ વિશે વાત કરીએ તો તેઓ અનેક પોપ્યુલર શોમાં કામ કરી ચૂક્યા હતા. તેઓ દેશના પોપ્યુલર કોમેડિયન હતા. તેમણે ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, બિગબોસ, શક્તિમાન, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શો જેવા અનેક શો કર્યા હતા. આ ઉપરાંત તેઓ બોલીવુડ ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા હતા. જેમ કે, ‘મેને પ્યાર કિયા’, ‘તેજાબ’, ‘બાજીગર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તાજેતરમાં જ તેઓ ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયનમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે નજર આવ્યા હતા.

કોમેડી સ્ટ્રગલ પર કરી હતી વાત

એક ઈન્ટરવ્યુમાં રાજુએ કોમેડી શોને લઈને કહ્યું હતું કે, જ્યારે હું મુંબઈ આવ્યો હતો ત્યારે લોકો કોમેડિયનને કંઈ ખાસ નહોતા સમજતા. તે સમયે તો જોક્સ જોની વોકરથી શરૂ થઈને જોની વોકર પર જ પૂરા થઈ જતા હતા. તે સમયે સ્ટેન્ડ અપ કોમેડીનું કોઈ સ્થાન નહોતું તો ત્યારે જે જગ્યા મને જોઈતી હતી તે ન મળી.

ઓટો પણ ચલાવી

જ્યારે રાજુ મુંબઈમાં સંઘર્ષ કરી રહ્યો હતા ત્યારે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે ઓટો ચલાવતા હતા. આટલું જ નહીં એક પેસેન્જરનાના કારણે જ રાજુને મોટો બ્રેક મળ્યો હતો.



Source link

Leave a Comment