આ પણ વાંચો: ‘જજની નિમણૂક કરવી સરકારનું કામ, કોલેજીયમ સિસ્ટમથી નારાજ છે લોકો’, અમદાવાદમાં બોલ્યા કેન્દ્રીય કાયદા મંત્રી
આ વર્ષે સપ્ટેમ્બરમાં કોલેજિયમનું નેતૃત્વ તત્કાલિન ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત કરી રહ્યા હતા. જસ્ટિસ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થયા હતા. સૂત્રોએ 18 નવેમ્બરે જણાવ્યું હતું કે, તાજેતરમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળના કોલેજિયમે વહીવટી આધાર પર ત્રણ હાઈકોર્ટના જજોની બદલીની ભલામણ કરી હતી.
તેમના સ્થાનાંતરણની ભલામણ કરી
સૂત્રોએ જણાવ્યું હતું કે, કોલેજિયમે મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ટી રાજાને રાજસ્થાન હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે, જ્યારે ગુજરાત હાઈકોર્ટના જજ જસ્ટિસ નિખિલ એસ કરીલ અને તેલંગાણા હાઈકોર્ટના જજ જસ્ટિસ એ અભિષેક રેડ્ડીને પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની દરખાસ્ત છે.
કોણ છે જસ્ટિસ વિપુલ પંચોલી
જસ્ટિસ પંચોલીનો જન્મ 28 મે, 1968ના રોજ થયો હતો. સપ્ટેમ્બર 1991માં તેઓ બારમાં જોડાયા અને ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ 1 ઓક્ટોબર, 2014 ના રોજ ગુજરાત હાઈકોર્ટના રિલિવર ન્યાયાધીશ તરીકે ઉન્નત થયા હતા અને 10 જૂન, 2016 ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે પુષ્ટિ પામ્યા હતા. કોલેજિયમે આ અગાઉ જસ્ટિસ નિખિલ એસ કારેલને પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી, જેના પછી ગુજરાત બારે હડતાળ પણ કરી હતી.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat hight court, Supreme Court