આ પણ વાંચો:Business Idea: ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ
ન્યુઝ એજન્સી પીટીઆઈ મુજબ પહેલાના વર્ષમાં સોયાબીન અને પામોલીનના ભાવમાં જે અંતર 10-12 રૂપિયાનું હતું એ હવે વધીને 40 રૂપિયા જેટલું થઇ ગયું છે. પામોલીન એટલું સસ્તું થઇ ગયું છે કે તેની સામે અન્યની કિંમત ઉંચી છે. આ જ કારણ છે કે, શિયાળામાં ખાદ્ય તેલોના ભાવ નીચે જઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કપાસિયામાં પણ ભાવ અનિયંત્રિત છે. એક તો વિદેશી બજાર નીચું જઈ રહ્યું છે અને ખેડૂતો નીચા ભાવ મળવાને લીધે વેચાણ માટે ઓછો માલ ઠાલવી રહ્યા છે. જેથી જિનિંગ મિલોને પણ મુશ્કેલી પડી રહી છે. નાના ઉદ્યોગોની હાલત ખુબજ ખરાબ છે. ‘કોટા સિસ્ટમ’ ને લીધે ખેડૂતો, તેલ ઉદ્યોગ અને ગ્રાહકોને કોઈ રાહત મળે તેવું દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું નથી.
આ પણ વાંચો:…તો ફેસબુક પ્રોફાઇલમાં તમે આ વિગતો ઈચ્છીને પણ નહીં લખી શખો
Table of Contents
કોટા સિસ્ટમ અને પરિણામ
સૂત્રોનું માનવું છે કે દેશ માટે મહત્વપૂર્ણમાં પ્રથમ ખેડૂત પછી ગ્રાહક અને અંતમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ છે. આ દરેકના હિત માટે મોટી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ક્વોટા સિસ્ટમને લીધે ખાદ્ય તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. દેશના મોટા તેલ સંગઠનોની જવાબદારી છે કે તેઓ સરકારને ખરી વાસ્તવિકતા જણાવે. ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા સ્થાપિત કરવા માટે ખુબજ મહેનત અને યોગ્ય પ્રયાસોની જરૂર છે. તેમજ તેલના વાયદા વેપાર પર લગામ જરૂરી છે.
સરસવ કાચી ધાણીનું તેલ રૂ. 2310 થી 2435
પાછલા અઠવાડિયે શુક્રવારે બંધ થયેલા ભાવ મુજબ સરસવ દાણાનો ભાવ રૂ.175 ઘટીને રૂ.7300 થી 7350 પર કવિન્ટલ પર બંધ થયો હતો. તેમજ સરસવ કાચી ઘાણી અને પાકી ઘાણીના ભાવ રૂ.90-90 ઘટીને ક્રમશ રૂ. 2380 થી 2250 થયો હતો.
આ પણ વાંચો:Archean Chemicalનો GMP રુ.100ને પાર થયો, આજે લિસ્ટિંગ પછી શું કરવું અહીં સમજો
સોયાબીનની જથ્થાબંધ કિંમતમાં ઘટાડો
સૂત્રોએ જણાવ્યું કે, પાછલા અઠવાડિયે સોઈયાબીન તેલ અને તેલીબિયાંના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોયાબીનના દાણા અને લુઝના જથ્થાબંધ ભાવ અનુક્રમે રૂ.125 અને રૂ.115 ઘટીને રૂ. 5,675-5,775 અને રૂ. 5,485-5,545 પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. સોયાબીનનો જથ્થાબંધ ભાવ રૂ.900 ઘટીને રૂ.14200 પર બંધ રહ્યો હતો. તેમજ અન્ય બજારોમાં પણ ભાવો ઘટ્યા હતા.
સીંગતેલ ગુજરાતમાં રૂ.520 ઘટી રૂ.13,850 પ્રતિ ક્વિન્ટલ બંધ રહ્યો હતો
નવા પાકની આવકમાં વધારો થવાને કારણે અઠવાડિયાના અંતમાં સીંગતેલ અને તેલીબિયાંના ભાવમાં ઘટાડો નોંધાયો. જેમાં મગફળી તેલીબિયાંનો ભાવ રૂ. 225 ઘટીને રૂ. 6,585-6,645 પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. અગાઉના ભાવની સરખામણીએ ગુજરાતમાં સીંગતેલ રૂ.520 ઘટીને રૂ.13850 પ્રતિ ક્વિન્ટલ બંધ થયો. જ્યારે મગફળી સોલવન્ટ રિફાઇન્ડ રૂ.75 ઘટી રૂ. 2,445-2,705 પ્રતિ ટીન બંધ રહ્યો હતો.
પામોલીન તેલના ભાવમાં રૂ.450 નો ઘટાડો
પામોલીન તેલના ભાવમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો હતો. તેના ભાવમાં રૂ.450 ના ઘટાડા સાથે રૂ.8550 નોંધાયો હતો. તેમજ પામોલીન દિલ્હીનો ભાવ રૂ.500 ઘટીને રૂ.10,300 થઇ ગયો છે. પામોલીન કાન્ડલાનો ભાવ રૂ.400 ઘટીને રૂ.9400 નોંધાયો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Edible oil, Groundnut oil, Oil prices, Peanut oil