આ જ કારણ છે કે, ડાન્સ અને મ્યુઝિકના શોખીન માણસો લગ્નમાં જ નહિ પરંતુ બર્થ-ડે, એનિવર્સરી જેવા પ્રસંગો પર પણ ડીજે બોલાવવાનું ચૂકતા નથી. તેના ચાલતા ગત કેટલાક સમયમાં ડીજે બિઝનેસ ઘણો વૃદ્ધિ પામ્યો છે.
Table of Contents
લોકોમાં પણ ખાસ ક્રેજ
ડીજે બિઝનેસ પ્રત્યે લોકોમાં પણ ખાસ ક્રેજ છે, ખાસ કરીને યુવાનોમાં આ બિઝનેસને કરવામાં વધારે રસ જોવા મળી રહ્યો છે. જો તમે પણ સંગીત પ્રત્યે દીવાનગી અને પૂરતુ જ્ઞાન છે, તો તમે પણ આ બિઝનસ શરૂ કરી શકો છો.
લોકપ્રિયતા પણ ઘણી વધી
આજના સમયમાં લગભગ દરેક નાના મોટા પ્રસંગોમાં ડીજે બોલાવવામાં આવે છે. તેની લોકપ્રિયતા પણ ઘણી વધી રહી છે. આ જ કારણ છે કે વર્તમાનમાં ડીજે સર્વિસની માંગ ઘણી વધી છે અને તે ઘણો નફાકારક બિઝનસ બની ગયો છે.
આ પણ વાંચોઃ હવે કેનેડામાં મળી શકે છે એક્સપ્રેસ એન્ટ્રી, આ 16 વ્યવસાયમાં સીધી જ મળી જશે નોકરી
લોકોને પણ હાયર કરી શકો છો
તેને શરૂ કરવા માટે તમારે દર મહિને ઈલેક્ટ્રોનિક ઉપકરણોની સાથે-સાથે તેને ઓપરેટ કરવા પણ આવડતની જરૂર પડે છે. જો કે, જરૂરી નથી કે તમે જ તેને ઓપરેટ કરો, તેના માટે તમે લોકોને પણ હાયર કરી શકો છો. પરંતુ તે યોગ્ય હશે કે, તમે જ આ ઈક્વિપમેન્ટ્સને સારી રીતે સમજો અને તેને ઓપરેટ કરવાનું શીખી જાઓ.
જરૂરી ઈક્વિપમેન્ટસ
ડીજે બિઝનેસને શરૂ કરવા માટે તમારે સીડી પ્લેયર, લેપટોર, એમ્પલીફાયર, ડીજે મિક્સર, ડીજે લાઈટ, સાઉન્ડ સિસ્ટમ, માઈક્રોફોન, ડીજે ટ્યૂટેબલ, મ્યુઝિક ડાઉન, ડીજે ડાન્સ ફ્લોરની જરૂરિયાત હોય છે. તમે તમારા બજેટ પ્રમાણે તેના ઈક્વિપમેન્ટસ્ની ક્વાલિટીની પસંદગી કરી શકો છો. તમારા રોકાણ બજેટ અનુસાર તમે તેને સેકન્ડ હેન્ડ પણ ખરીદી શકો છો.
અંદાજિત ખર્ચ
ડીજે સર્વિસનો બિઝનેસ શરૂ કરવા માટે તમાપે ઓછામાં ઓછા 3થી 4 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડી શકે છે. આ ઉપરાંત તમારે આ બિઝનેસના અંતર્ગત તમારા ગ્રાહકોને સેવા પ્રદાન કરવા માટે થોડા માણસો અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ ઉઠાવવો પડે છે. જો કે, આ સમય અને સ્થળ પર નિર્ભર હોય છે.
આ પણ વાંચોઃ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જેના પ્રેમમાં પડી તે બિઝનેસમેન નિખિલ કામથ કોણ છે?
આવી રીતે કરાવો રજિસ્ટ્રેશન
કોઈ પણ સ્તર પર ડીજે બિઝનેસ શરૂ કરવા માટે તમારે તેનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ બિઝનેસનું રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે સૌથી પહેલા સ્થાનિક સત્તાની મંજૂરી લેવી પડશે. ઘણા વાર જોવામાં આવ્યુ છે કે, ગ્રાહક તેના પર વધારે વિશ્વાસ કરે છે જેનો વેપાર રજિસ્ટર્ડ હોય છે.
એવામાં જો તમને પેમેન્ટ કરવામાં આવશે તો ગ્રાહક તમારી પાસે બિલ પણ માંગી શકે છે. આ માટે તમારે જીએસટી રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે. જો તમે ઈચ્છો તો ઈક્વિપમેન્ટ્સનો વીમો પણ કરાવી શકો છો. સામાન ખરાબ કે ચોરી થવા પર તમને વધારે નુકસાનનો સામનો કરવો પડશે નહિ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર