ગુજરાત ચૂંટણી પળેપળની અપડેટ 23 નવેમ્બર


ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ગુજરાતની ચૂટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાનથી માંડીને રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓ યોજીને પક્ષની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. આજે એક દિવસના વિરામ બાદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ફરી પ્રચંડ પ્રચાર કરશે. ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર જાહેરસભાઓ યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જાહેર સભાઓ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરીથી ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. પીએમ મોદી બે દિવસમાં 8 સભાને સંબોધશે. આજે બપોરે 12.20 વાગે અમદાવાદ એરપોર્ટ પહોચશે. એરપોર્ટથી સીધા મહેસાણા જશે. બપોરે 1.00 વાગે મહેસાણાં સભા સંબોધશે. 1.55 વાગે મહેસાણાથી દાહોદ જશે. બપોરે 3.30 વાગે દાહોદમાં સભા સંબોધશે. સાંજે 5.30 વાગે વડોદરામાં સભા સંબોધશે. સાંજે 7.30 વાગે ભાવનગરમાં સભા સંબોધશે ત્યારબાદ રાત્રે 8.30 વાગ ભાવનગરથી અમદાવાદ જવા નીકળશે. રાત્રે 9.20 એ અમદાવાદ એરપોર્ટ પહોચશે, ગાંધીનગર રાજભવનમાં રાત વિતાવશે.



Source link

Leave a Comment