ગુજરાતની આ બેઠક પર 25 વર્ષનો ઇતિહાસ બદલવા માટે ભાજપનો જોરદાર દાવ, પૂર્વ IPSને મેદાને ઉતાર્યા


અમદાવાદઃ ઉત્તર ગુજરાતની એક બેઠક પર સૌ કોઈની નજર મંડાઈ છે. ગુજરાતની આ બેઠક પર ખાખી વર્દી ચૂંટણીના જંગમાં ઊતરી છે. ગુજરાતના પૂર્વ IPS ચૂંટણી લડવાના છે. તેમની ઇચ્છા છે કે, છેલ્લા 25 વર્ષનો ઇતિહાસ બદલાય.

IPSએ ઘરે-ઘરે મત માટે હાથ જોડ્યાં

એક સમયે ગુજરાતના અધિકારીને પોલીસકર્મીઓ સેલ્યુટ કરતા હતા અને જનતા જેમને હાથ જોડીને વિનંતી કરતી હતી, તે IPS અધિકારી પી.સી. બરંડાને ભાગે વિધિની વક્રતા એવી આવી છે કે, મતદારોને ઘરે-ઘરે જઈ હાથ જોડીને મત આપવા માટે વિનંતી કરી રહ્યા છે. પૂર્વ IPS પહેલાં ગુનેગારોને પકડવા માટે ગામેગામ ફરતા હતા. પરંતુ આ વખતે તેઓ ચૂંટણી પ્રચાર માટે ગામેગામ ફરી રહ્યા છે. આ IPS અધિકારી પી.સી. બરંડા ભિલોડા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. પરંતુ ખાસ વાત તો એવી છે કે, કોંગ્રેસની પરંપરાગત ST અનામત બેઠકને આંચકી લેવા માટે ભાજપે પૂર્વ IPSને ટિકિટ આપી છે.આ પણ વાંચોઃ ત્યારે ગુજરાતના યુવાનોએ ‘સત્તા પરિવર્તન’ કરીને સરકાર પાડી રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું

અરવલ્લીની ભિલોડા બેઠકનો ઇતિહાસ

અરવલ્લીની ભિલોડા બેઠક છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહી છે. કોંગ્રેસના સ્વર્ગીય અને કદાવર નેતા અનિલ જોશિયારા સતત ચારવાર કોંગ્રેસમાંથી ભિલોડાથી જીતતા આવ્યા હતા અને 1995માં એકવાર ભાજપમાંથી તેઓ જીતી આવ્યા હતા. જેથી ભાજપ 20 વર્ષથી ભિલોડામાં કાઠું કાઢી શકી નથી. અનિલ જોશિયારાના નિધન બાદ તેમના પુત્ર કેવલે જોશિયારાએ કેસરિયો ધારણ કરી લીધો છે. જેથી આ વખતે ચૂંટણીમાં ભાજપનું મનોબળ વધ્યું છે અને તેથી જ ભાજપ અહીં પૂર્વ IPS મારફતે 25 વર્ષનો ઇતિહાસ બદલવા માગે છે. ખાખીધારી જ્યારે ખાદીધારી બની ગયા છે. ત્યારે તેમણે પણ રાજનેતાની જેમ દાવાઓ કરવાનું શરૂ કરી દીધુ છે. તેમણે કહ્યુ હતુ કે, હાર્યા છતાં સતત પાંચ વર્ષ લોકો વચ્ચે રહી લોક સેવાના કાર્યો કર્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતની પહેલી વિધાનસભા ચૂંટણીની દુર્લભ તસવીરો

કોંગ્રેસના ઉમેદવારનો પણ જીતવાનો દાવો

પી.સી. બરંડા નેશનલ અને ઈન્ટરનેશન વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે. પરતું આ ચૂંટણીનું મેદાન છે અહીં જીત સરળતાથી નથી મળતી. આ વખતે અહીં કોંગ્રેસે રાજેન્દ્ર પારઘીના નામ પર પસંદગી ઉતારી છે. ભિલોડા બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર આદિવાસી ઉમેદવારને જ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે એટલે કે જંગ અહીં રસપ્રદ રહેવાનો એ નક્કી છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવારે પણ જંગી લીડથી જીતવાનો દાવો કર્યો.

ભિલોડામાં રાજકીય સમીકરણ

મતોના સમીકરણોની વાત કરીએ તો ભિલોડા અને મેઘરજ તાલુકાના કુલ 3.14 લાખ મતદારો થાય છે. ગત વર્ષે 2017માં મતદારોનો આંકડો 2.77 લાખ હતો. ત્યારે હવે 33 હજાર જેટલા નવા મતદારો છેલ્લા પાંચ વર્ષમાં વધ્યા છે. વર્ષ 2017માં જીતેલા કોંગી ઉમેદવારની સરસાઈ 12=1 હજાર વોટની હતી. જ્યારે નવા મતદારોની સંખ્યા ત્રણ ગણી છે, ત્યારે હવે રાજકીય સમીકરણો સંપૂર્ણ બદલાઈ ગયા છે. ટ્રાયબલ વિસ્તાર કોંગ્રેસ હસ્તક રહ્યો છે, તેવા સંજોગોમાં ભાજપ કમળ ખીલવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે.

Published by:Vivek Chudasma

First published:

Tags: Aravalli, Bhiloda, BJP Candidate, Bjp gujarat, Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022



Source link

Leave a Comment