ગુજરાતમાં ચૂંટણી સોમવાર: આજે 3 દિગ્ગજ નેતાઓનો ધૂંઆધાર પ્રચાર



- ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં ત્રણ વિજય સંકલ્પ સંમેલન રેલીઓને સંબોધિત કરશે

અમદાવાદ, તા. 21 નવેમ્બર 2022, સોમવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રચારે જોર પકડ્યું છે. ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. સત્તાધારી ભાજપની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ રાજ્યની સત્તા કબજે કરવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. સોમવારે ગુજરાતના ચૂંટણી મેદાનમાં ત્રણેય પક્ષોના ત્રણ દિગ્ગજ નેતાઓ રેલીઓને સંબોધશે.

પીએમ નરેન્દ્ર મોદીની રેલીઓ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાવાની છે જ્યારે રાહુલ ગાંધી બે રેલીઓ કરશે અને કોંગ્રેસ માટે મત માંગશે. આ સાથે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ રોડ શો કરીને પોતાના પક્ષમાં વોટ કરવાની અપીલ કરતા જોવા મળશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં ત્રણ વિજય સંકલ્પ સંમેલન રેલીઓને સંબોધિત કરશે.

સોમવારે PM મોદીની પ્રથમ રેલી સુરેન્દ્રનગરમાં સવારે 11:00 વાગ્યે, પછી જબુસરમાં બપોરે 1:00 વાગ્યે અને પછી નવસારીમાં બપોરે 3:00 વાગ્યે યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે રાજ્યના દ્વારકા, સોમનાથ, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં ચાર જાહેર સભાઓ કરશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 21 નવેમ્બરે ગુજરાતના રાજકોટ અને સુરતના મહુવામાં બે જાહેરસભાને સંબોધશે. રાહુલ ગાંધી હાલમાં “ભારત જોડો યાત્રા’નું નેતૃત્વ કરી રહ્યા છે જે હાલમાં મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે અને 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરવાનું ટાળનાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પ્રથમ વખત રાજકોટ અને સુરતમાં બે જાહેરસભાઓને સંબોધશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20, 21, 22 નવેમ્બર એમ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 21 નવેમ્બરે સાંજે 5:00 કલાકે અમરેલીમાં રોડ શોમાં ભાગ લેશે. તેમજ 22 નવેમ્બરે બપોરે 2:00 કલાકે ખંભાળિયામાં જાહેરસભાને સંબોધશે. સુરતમાં રોડ શોમાં ભાગ લેશે અને રાત્રે 9:00 કલાકે સુરતમાં જાહેર સભાને સંબોધશે.



Source link

Leave a Comment